Godhra: રોંગ સાઈડમાં આવતી કાળમુખી સ્કોર્પિયોએ બાઈકને ઉડાવ્યું, બાઈક પર સવાર ત્રણેય મિત્રોએ જીવ ગુમાવ્યા

May 10, 2026 - 11:30
Godhra: રોંગ સાઈડમાં આવતી કાળમુખી સ્કોર્પિયોએ બાઈકને ઉડાવ્યું, બાઈક પર સવાર ત્રણેય મિત્રોએ જીવ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે પર વાવડી ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક સ્કોર્પિયો કારના ચાલકે સામેથી આવતા બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

રોંગ સાઈડ અને બેફામ સ્પીડે લીધો ભોગ

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્કોર્પિયો કારનો ચાલક હાઈવે પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યો હતો. આ દરમિયાન વાવડી ટોલનાકા પાસે બાઈક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને યુવાનો રોડ પર ફંગોળાયા હતા. ગંભીર ઇજાઓને કારણે ત્રણેય યુવાનોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.

દરુનિયા ગામમાં શોકનું મોજું

અકસ્માતનો ભોગ બનનાર ત્રણ મૃતકો પૈકી બે યુવાનો પંચમહાલના દરુનિયા ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એકસાથે ત્રણ યુવાનોના મોતના સમાચાર મળતા જ દરુનિયા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: Himatnagar:વિજયનગર પાસે જીવદયાનું અનોખું ઉદાહરણ, ખેડૂતની 25 દિવસની જહેમત બાદ અંધ શ્વાનનું દિલધડક રેસ્ક્યૂ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0