Godhra: ધી ઈકબાલ યુનિયન હાઈ. ખાતે પોલીસ શસ્ત્રોનું નિદર્શન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા ગોધરાની ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે પંચમહાલ પોલીસ પરિવાર દ્વારા પંચમહાલ પોલીસના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ્ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાની રક્ષા અને સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો તથા સુરક્ષા સાધનોનું નિદર્શન કરાયું હતું. પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ શસ્ત્રોની ઓળખ, તેમની કામગીરી તેમજ કયા પ્રકારની પરિસ્થિતિમાં સુરક્ષા સાધનોનો ઉપયોગ અંગે માહિતી અપાઈ હતી. વિદ્યાર્થીઓએ પણ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને સાધનોને નજીકથી નિહાળી પોલીસની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આચાર્ય સાદિક શેખ તથા શાળાના સ્ટાફે સહયોગ આપ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

