Godhra: ચાર મહિના પછી સ્થાનિક ચૂંટણી આવે છે, કૂટેવો અને અવગુણો બદલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા ખાતે નવિનીકરણ બાદ ખુલ્લા મુકવામાં આવેલા સરદારનગર હોલમાં સૌ પ્રથમ કાર્યક્રમ ગોધરા ભાજપા સ્નેહ મિલનનો યોજવામાં આવ્યો હતો.
જેમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ અગામી ચૂંટણીને લઇને સ્થાનીક કાર્યકરોને ચેતવણી ઉચ્ચારી હતી કે કુટેવુ અને અવગુણો બદલવાનો સમય આવી ગયો છે. ધારાસભ્યના આ નિવેદનથી લોકો ચોકી ઉઠયા હતા.ધારાસભ્ય સી.કે.રાઉલજીએ કહ્યું હતું કે
આપણા દુર્ગુણો, આપણી કુટેવો, અવગુણો અને કામ કરવાની પદ્ધતિ નવા વર્ષમાં બદલવી પડે.ચાર મહિના પછી ગોધરા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે અત્યારથી મુરતિયા થનગને છે. તમે ચૂંટાઈને આવો અને વિકાસના કામો કરો હું તમામને શુભેચ્છા પાઠવું છું. સ્ટેજ મહત્વનું નથી કામ મહત્વનું છે, વ્યક્તિ કામથી પૂજાય છે નામથી નહીં, મોદી 2047 ની વાત કરતા હોય તો આપણે પાંચ વર્ષની સત્તા મળે છે તો તે દરમિયાન પ્રજા માટે શું ન કરી શકીએ ?મોસાળમાં માં પીરસનારી છે તમામ જગ્યાએ સરકાર આપણી છે ત્યારે આપણે ભૂખ્યા રહીએ તે ન ચાલે.ગોધરા શહેરની ટ્રાફ્કિની સમસ્યા હલ કરવા માટે લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે ગોધરા શહેરના શહેરા ભાગોળ ફટકની સમસ્યા હલ કરવા માટે અંડર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.ગોધરા શહેરમાં વિકાસના કામોમાં પણ વિઘ્ન સંતોષી હોય છે.ભગવાન એમનું પણ ભલું કરે, સરકારના કામોમાં વિક્ષેપ ઊભો કરે છે અને કામ લંબાવે છે, રાજકારણ એની જગ્યાએછે વિકાસનું કામ વિકાસના કામ તરીકે જ હોય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

