Godhra: પોદ્દાર સ્કૂલની 18 ફૂટની દીવાલ ધરાશાયી થતાં દોડધામ, ગૌશાળાની ગાયો કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલના ગોધરામાં શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલતો એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં હજુ ગણતરીના મહિનાઓ પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી અને ચાલુ શૈક્ષણિક સત્રથી જ ધમધમતી થયેલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલની ૧૮ ફૂટ ઊંચી પ્રોટેક્શન દીવાલ ગઈકાલે રાત્રે તૂટી પડી હતી. ગત રાત્રિ દરમિયાન ગોધરા પંથકમાં મેઘરાજાએ હાજરી નોંધાવી હતી, જેમાં સામાન્ય વરસાદના કારણે આ નવી બનેલી દીવાલ નબળી પડી ગઈ હતી અને અચાનક ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગઈ હતી.
મૂંગા પશુઓ બન્યા ભોગ, વાલીઓમાં ચિંતાનો માહોલ
આ પ્રચંડ દીવાલ જેવી પડી કે તેનો તમામ કાટમાળ, ઇંટો અને સિમેન્ટના બ્લોક્સ શાળાની બિલકુલ અડીને આવેલી એક ખાનગી ગૌશાળા પર જઈને પડ્યા હતા. રાત્રિના સમયે ગૌશાળામાં બાંધેલી ગાયો આ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. દુર્ઘટનાને પગલે પશુઓના આક્રંદથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને ઇજાગ્રસ્ત ગાયોને બહાર કાઢી પશુ ચિકિત્સક દ્વારા તાત્કાલિક સારવાર અપાવી હતી. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે જો આ દીવાલ દિવસના સમયે પડી હોત અને ત્યાં વિદ્યાર્થીઓની અવરજવર હોત, તો કેટલી મોટી હોનારત સર્જાઈ શકી હોત! વાલીઓ પણ હવે પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.
બાંધકામ મટીરિયલ સામે તપાસની માગ
પ્રાથમિક દ્રષ્ટિએ આ આખી ઘટનામાં બિલ્ડર અને શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલા નબળા બાંધકામની તસવીર સ્પષ્ટ દેખાઈ રહી છે. જે દીવાલ પ્રથમ ચોમાસાના સામાન્ય વરસાદના પાણીનો ભાર પણ સહન ન કરી શકી, તેના પાયા કેટલા નબળા હશે તે વિચારી શકાય છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે આટલી મોટી બેદરકારી બદલ શાળાના કોન્ટ્રાક્ટર, આર્કિટેક્ટ અને સંચાલકો સામે ગુનો નોંધવામાં આવે. તેમજ શિક્ષણ વિભાગ અને નગરપાલિકાના કયા અધિકારીઓએ તપાસ કર્યા વિના જ આ બિલ્ડિંગને વાપરવા માટેની મંજૂરી આપી દીધી, તેની પણ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જરૂરી છે.
આ પણ વાંચો: Surat: ડિંડોલીમાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ અરમાન ખાટિક ઝડપાયો, પોલીસ તપાસ તેજ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

