ગુજરાતમાં સરકારી જમીન પર થયેલા બાંધકામને લઈ સરકાર કોઈને પણ છોડવા માટે તૈયાર નથી, ત્યારે ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા બાંધકામને દૂર કરવામાં આવ્યા છે, ગુજરાતમાં જામનગર, દ્વારકા, રાજકોટ, કચ્છ જિલ્લામાં સૌથી વધારે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે, અને આગામી સમયમાં પણ હજી જે જગ્યાઓ પર સરકારી જમીન પર બાંધકામ થયા હશે તેને દૂર કરવામાં આવશે.
ગાંધીનગરમાં સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં ડિમોલિશન
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા 500થી વધુ પોલીસ કાફલાના કડક બંદોબસ્ત વચ્ચે આજે તા.૧૮/૯/૨૫ના રોજ વહેલી સવારથી ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં જીઇબી, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં વિશાળ સરકારી જગ્યામાં બાંધકામ કરીને ઊભા કરી દેવાયેલા ૭૦૦થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
નોટિસ આપી હોવા છત્તા સરકારી જમીન ખાલી કરતા ન હતા
ગુજરાતમાં અનેક સરકારી જમીન પર બાંધકામ થયા હોવાની વાત સામે આવી છે અને આ બાંધકામને લઈ જે તે જિલ્લાના કલેકટર અને એસપીને સૂચના પણ આપવામાં આવી છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ સરકારી જમીન પર થયેલા બાંધકામને દૂર કરવામાં આવ્યા છે, વહેલી સવારથી મામલતદાર અને એસપીની ટીમે ઘટના સ્થળે હાજર રહીને નિરીક્ષણ કર્યુ હતુ અને 700થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, હજી પણ જે સરકારી જમીન પર દબાણો થયા હશે તેને દૂર કરવામાં આવશે, અધિકારીનું કહેવું છે કે, સરકારી જમીન પર જે લોકોએ બાંધકામ કર્યુ હતુ તે લોકોને અગાઉ નોટિસ પણ આપી હતી તેમ છત્તા મકાનો ખાલી ન કરતા આજે બુલડોઝર ફેરવી જમીન ખાલી કરી હતી.