Girમાં સિંહ અને સિંહણ વચ્ચેની આક્રમક લડાઈનો દુર્લભ વીડિયો થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર જંગલ હંમેશા એશિયાઈ સિંહોના રોમાંચક દ્રશ્યો માટે જાણીતું છે. પરંતુ હાલમાં જ અહીં સિંહ અને સિંહણ વચ્ચેની એક આક્રમક લડાઈનો દુર્લભ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં સિંહ અને સિંહણની ગર્જનાઓ અને પ્રતિકારના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ગીર જંગલમાં સિંહે સિંહણ પર કર્યો હુમલો
આ રોમાંચક દ્રશ્ય ગીર જંગલની અંદર વરસાદની સિઝન દરમિયાન સર્જાયું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેટિંગ માટે તૈયાર ન થતાં સિંહે સિંહણ પર આક્રમક હુમલો કર્યો હતો. સિંહણે વશમાં આવવાની ના પાડતા સિંહ ભયાનક ગર્જના સાથે તેના પર ત્રાટક્યો હતો. જોકે સિંહણે પણ સિંહના આ હુમલાનો વળતો પ્રતિકાર કર્યો હતો અને પોતાનો બચાવ કર્યો હતો.
સિંહ-સિંહણ વચ્ચે આક્રમક ગર્જનોનો વીડિયો વાયરલ
સિંહ અને સિંહણ વચ્ચેની આ આક્રમક ગર્જના અને લડાઈનો આ દુર્લભ વીડિયો રાજ્યસભા સાંસદ અને સિંહ-પ્રેમી પરિમલ નથવાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. સિંહોના આવા કુદરતી અને આક્રમક વર્તનને જોવાનો આ વિરલ મોકો હોવાથી આ વીડિયોએ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે અને તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફરી એકવાર ગીરના જંગલના જંગલી અને અનન્ય જીવનની ઝલક રજૂ કરે છે.
What's Your Reaction?






