Girના જંગલમાં સિંહણનું છલકાયું માતૃત્વ: હરણના માસૂમ બચ્ચાને આપ્યું જીવનદાન!

Nov 3, 2026 - 01:00
Girના જંગલમાં સિંહણનું છલકાયું માતૃત્વ: હરણના માસૂમ બચ્ચાને આપ્યું જીવનદાન!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિંહને જંગલના સૌથી ખૂંખાર અને ક્રૂર શિકારીઓમાં ગણવામાં આવે છે, જે પોતાના શિકાર પર દયા નથી દાખવતા. પરંતુ ઘણીવાર પ્રકૃતિમાં એવી અદ્ભુત ઘટનાઓ બનતી હોય છે જે સૌને આશ્ચર્યચકિત કરી દે છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો ગુજરાતના ગીરમાંથી સામે આવ્યો છે. શાસણ ગીરના જાણીતા રૂટ નંબર 13માં સિંહણના માતૃત્વના અનોખા અને દુર્લભ દર્શન થયા છે, જેને જોઈને વન્યજીવ પ્રેમીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.

શિકાર કરવાને બદલે બચ્ચાને મોઢામાં લઈને ફરતી રહી સિંહણ

પ્રાપ્ત માહિતી અનુસાર જંગલમાં વિહરતી એક સિંહણના નજરે હરણનું એક નાનું અને માસૂમ બચ્ચું ચડ્યું હતું. સામાન્ય રીતે સિંહણ તરત જ શિકાર કરીને તેને પોતાનો ખોરાક બનાવી લેતી હોય છે, પરંતુ આ વખતે કઈંક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. સિંહણે હરણના બચ્ચાનો શિકાર કરવાના બદલે તેને અત્યંત નરમાશથી પોતાના મોઢામાં પકડ્યું અને સુરક્ષિત રીતે સાથે લઈને ફરવા લાગી. ખૂંખાર શિકારીમાં અચાનક જ માતૃત્વની ભાવના જાગી ઉઠી હોય તેમ તેણે માસૂમ બચ્ચાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડી ન હતી.


=" target="_blank"> =


વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર મિહિર પટેલના કેમેરામાં કૈદ થયા દ્રશ્યો

કુદરતની આ અદભુત લીલા અને સિંહણના વાત્સલ્યના આ દુર્લભ દ્રશ્યો જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર મિહિર પટેલ દ્વારા પોતાના કેમેરામાં આદુસાહેબ કંડારી લેવામાં આવ્યા છે. સિંહણે આખરે કોઈપણ હાનિ પહોંચાડ્યા વિના હરણના બચ્ચાને હેમખેમ છોડી દીધું હતું. આ સુંદર ઘટનાના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જે કુદરતના અદ્ભુત પ્રેમ અને કરુણાની સાક્ષી પૂરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0