Girsomnathના ખેડૂતોએ ફાળો ઉઘરાવી જાત મહેનતે બનાવ્યો રોડ, વાંચો Inside Story

ગીરસોમનાથના ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદનો નારો લગાવી રોડ જાતે જ બનાવવાનું નક્કી કર્યું, લોકફાળો કરી ખેડૂતોએ હરમડીયા અને બાબરીયા ગામને જોડતા રસ્તા પર કામ શરૂ કર્યું.8 કિમિ સુધી ખેડૂતોએ રોડ બનાવ્યો છે,તંત્રને અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા ખેડૂતોને રોડ બનાવી આપ્યો નહી જેને કારણે ખેડૂતોમાં પણ ગુસ્સો જોવા મળ્યો છે. હરમડીયા અને બાબરીયામાં બન્યો રસ્તો આ દ્રશ્યો છે ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા અને બાબરીયા ગામને જોડતા રસ્તાના,આ બન્ને ગામ વચ્ચે આ બિસ્માર રસ્તો 8 km લાંબો છે જેમાં પણ ચોમાસામા આ રસ્તા પર ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે આ રસ્તા પરથી બન્ને ગામના લોકો અવર જવર કરતા નથી. પરંતુ બન્ને ગામોના આશરે 200 જેટલા ખેડૂતો આ રસ્તા પરથી જ પોતાની વાડી એ જાય છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડ નું કામ ન થતા ખેડૂતો એ જાતેજ રોડ બનવવાનું નક્કી કર્યું. ફાળો ઉઘરાવવામાં આવ્યો આ વિસ્તારના ખેડૂતો માટે આ એક માત્ર રોડ છે જેના માધ્યમથી વાડીએ અવર જવર કરવા માટે અનેક રજૂઆતો છતાં રોડ ન બનતા 20 થી વધુ ખેડૂતો એ ફંડ ફાળો કર્યો. અને 5 હજાર થી 25 હજાર સુધી એક એક ખેડૂતો એ ફાળો આપ્યો તો અન્ય ખેડૂતે કોંક્રિટ વિના મૂલ્યે આપવાનું કહ્યું જેના કારણે હાલ તો આ રોડનું કામ જાતેજ ખેડૂતો દ્વારા શરૂ કરાયું છે.અને હાલ ખેડૂતો પાસે એક લાખથી વધુનો ફાળો એકઠો થતા રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફાળો વધશે એ રીતે કામગીરી કરાશે જેમ જેમ ફાળો આવતો જશે તેમ તેમ રોડ નું કામ વધુ આગળ ધપાવતા રહેશું તેવું ખેડૂતો નું કેહવુ છે. સાથે જ ખેડૂતો નું એવું પણ કેહવુ છે કે 10 વર્ષ પેહલા રોડ બનાવવાં નું કામ મંજૂર થયું હતું જોંકેં કામ શરૂ થતા અટક્યું અને આજદિન સુધી રોડ ન બન્યો. સમસ્યા એ પણ છે કે બાબરીયા અને હરમડીયા વચ્ચે ના રોડ અનેક જગ્યાએ ફોરર્સ્ટ માંથી પસાર થાય છે જેના કારણે વન વિભાગ રોડ બનાવવા કે માટી નાખવાની પરમિશન આપતું ન હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Girsomnathના ખેડૂતોએ ફાળો ઉઘરાવી જાત મહેનતે બનાવ્યો રોડ, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીરસોમનાથના ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદનો નારો લગાવી રોડ જાતે જ બનાવવાનું નક્કી કર્યું, લોકફાળો કરી ખેડૂતોએ હરમડીયા અને બાબરીયા ગામને જોડતા રસ્તા પર કામ શરૂ કર્યું.8 કિમિ સુધી ખેડૂતોએ રોડ બનાવ્યો છે,તંત્રને અનેકવાર રજૂઆત કરી તેમ છત્તા ખેડૂતોને રોડ બનાવી આપ્યો નહી જેને કારણે ખેડૂતોમાં પણ ગુસ્સો જોવા મળ્યો છે.

હરમડીયા અને બાબરીયામાં બન્યો રસ્તો

આ દ્રશ્યો છે ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા અને બાબરીયા ગામને જોડતા રસ્તાના,આ બન્ને ગામ વચ્ચે આ બિસ્માર રસ્તો 8 km લાંબો છે જેમાં પણ ચોમાસામા આ રસ્તા પર ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે આ રસ્તા પરથી બન્ને ગામના લોકો અવર જવર કરતા નથી. પરંતુ બન્ને ગામોના આશરે 200 જેટલા ખેડૂતો આ રસ્તા પરથી જ પોતાની વાડી એ જાય છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડ નું કામ ન થતા ખેડૂતો એ જાતેજ રોડ બનવવાનું નક્કી કર્યું.

ફાળો ઉઘરાવવામાં આવ્યો

આ વિસ્તારના ખેડૂતો માટે આ એક માત્ર રોડ છે જેના માધ્યમથી વાડીએ અવર જવર કરવા માટે અનેક રજૂઆતો છતાં રોડ ન બનતા 20 થી વધુ ખેડૂતો એ ફંડ ફાળો કર્યો. અને 5 હજાર થી 25 હજાર સુધી એક એક ખેડૂતો એ ફાળો આપ્યો તો અન્ય ખેડૂતે કોંક્રિટ વિના મૂલ્યે આપવાનું કહ્યું જેના કારણે હાલ તો આ રોડનું કામ જાતેજ ખેડૂતો દ્વારા શરૂ કરાયું છે.અને હાલ ખેડૂતો પાસે એક લાખથી વધુનો ફાળો એકઠો થતા રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ફાળો વધશે એ રીતે કામગીરી કરાશે

જેમ જેમ ફાળો આવતો જશે તેમ તેમ રોડ નું કામ વધુ આગળ ધપાવતા રહેશું તેવું ખેડૂતો નું કેહવુ છે. સાથે જ ખેડૂતો નું એવું પણ કેહવુ છે કે 10 વર્ષ પેહલા રોડ બનાવવાં નું કામ મંજૂર થયું હતું જોંકેં કામ શરૂ થતા અટક્યું અને આજદિન સુધી રોડ ન બન્યો. સમસ્યા એ પણ છે કે બાબરીયા અને હરમડીયા વચ્ચે ના રોડ અનેક જગ્યાએ ફોરર્સ્ટ માંથી પસાર થાય છે જેના કારણે વન વિભાગ રોડ બનાવવા કે માટી નાખવાની પરમિશન આપતું ન હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે.