Girsomnathના ઉનાના કોબ ગામે બે યુવકોએ ઘરમાં ઘુસી મહિલાને ઝીંકયા છરીના ઘા

ગીર સોમનાથના ઉનામાં કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે જેમાં 2 યુવકોએ ઘરમાં ઘુસી મહિલાને છરીના ઘા ઝીંક્યા છે,આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા છે જેમાં બે યુવકો ઘરમાં ઘુસીને મહિલાને છરીના 8 થી 10 ઘા ઝીંકી દીધા છે,મહીલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આસપાસના લોકો પણ એટલા ડરી ગયા હતા કે તેઓ પણ મહિલાને છોડાવવા વચ્ચે પડયા ન હતા,મહિલા ઘરમાં એકલી હતી ત્યારે આ ઘટના બની છે. ઉનાના કોબ ગામે બની ઘટના ઉનાના કોબ ગામે મહિલાને છરીના 8 થી 10 ઘા ઝીંકયા છે,જેના હિંસક દ્રશ્યો સામે આવ્યા છે.હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણિયાએ ઘા ઝીંક્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પીઠ, માથા, ચહેરા અને છાતીમાં છરીના ઘા ઝીંકયા છે જેના કારણે મહિલા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે,બાઈક ઉપર જતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવાનોએ મહિલા પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.દીવ જઈને દારૂ પીને ઘરમાં ઘુસી હુમલો કર્યાની માહિતી સામે આવી છે. જાણો શું બની હતી ઘટના ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામમાં રહેતી પરણિત મહિલા તેની પુત્રીને લઈને ભાઈના ઘરે ઉના ગઈ હતી. આ દરમિયાન રસ્તામાં બે યુવાનો સાથે આ મહિલાને બોલાચાલી થઈ હતી.આ મહિલા કોબ ગામે પોતાના ઘરે પરત આવી હતી. આ દરમિયાન બે યુવાનો હાથમાં છરી લઈને આ મહિલાના ઘરમાં ઘુસી ગયા હતા અને મહિલાને માર મારીને તેના શરીર પર છરીના ઘા માર્યા હતા. આ મહિલા તેના ઘરમાં લોહીલુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. પોલીસે હાથધરી તપાસ આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને ગુનો પણ નોંધ્યો છે,ત્યારે આરોપીઓ પોલીસ પકડની બહાર છે અને પોલીસ કામગીરીમાં ઢીલાશ રાખતી હોવાનો મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે આ સમગ્ર ઘટનામાં વાત કરવામાં આવે તો પોલીસે મહિલા તેમજ આસપાસના લોકોના નિવેદન પણ નોંધ્યા છે,પોલીસ આ આરોપીઓને પકડ તો જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે.

Girsomnathના ઉનાના કોબ ગામે બે યુવકોએ ઘરમાં ઘુસી મહિલાને ઝીંકયા છરીના ઘા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથના ઉનામાં કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે જેમાં 2 યુવકોએ ઘરમાં ઘુસી મહિલાને છરીના ઘા ઝીંક્યા છે,આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા છે જેમાં બે યુવકો ઘરમાં ઘુસીને મહિલાને છરીના 8 થી 10 ઘા ઝીંકી દીધા છે,મહીલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આસપાસના લોકો પણ એટલા ડરી ગયા હતા કે તેઓ પણ મહિલાને છોડાવવા વચ્ચે પડયા ન હતા,મહિલા ઘરમાં એકલી હતી ત્યારે આ ઘટના બની છે.

ઉનાના કોબ ગામે બની ઘટના

ઉનાના કોબ ગામે મહિલાને છરીના 8 થી 10 ઘા ઝીંકયા છે,જેના હિંસક દ્રશ્યો સામે આવ્યા છે.હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણિયાએ ઘા ઝીંક્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પીઠ, માથા, ચહેરા અને છાતીમાં છરીના ઘા ઝીંકયા છે જેના કારણે મહિલા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે,બાઈક ઉપર જતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવાનોએ મહિલા પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.દીવ જઈને દારૂ પીને ઘરમાં ઘુસી હુમલો કર્યાની માહિતી સામે આવી છે.

જાણો શું બની હતી ઘટના

ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામમાં રહેતી પરણિત મહિલા તેની પુત્રીને લઈને ભાઈના ઘરે ઉના ગઈ હતી. આ દરમિયાન રસ્તામાં બે યુવાનો સાથે આ મહિલાને બોલાચાલી થઈ હતી.આ મહિલા કોબ ગામે પોતાના ઘરે પરત આવી હતી. આ દરમિયાન બે યુવાનો હાથમાં છરી લઈને આ મહિલાના ઘરમાં ઘુસી ગયા હતા અને મહિલાને માર મારીને તેના શરીર પર છરીના ઘા માર્યા હતા. આ મહિલા તેના ઘરમાં લોહીલુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.

પોલીસે હાથધરી તપાસ

આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને ગુનો પણ નોંધ્યો છે,ત્યારે આરોપીઓ પોલીસ પકડની બહાર છે અને પોલીસ કામગીરીમાં ઢીલાશ રાખતી હોવાનો મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે આ સમગ્ર ઘટનામાં વાત કરવામાં આવે તો પોલીસે મહિલા તેમજ આસપાસના લોકોના નિવેદન પણ નોંધ્યા છે,પોલીસ આ આરોપીઓને પકડ તો જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે.