Girsomnathમાં પોલીસની કારમાંથી મળી આવ્યો દારૂ, એસપીએ કર્યો તાત્કાલિક બદલીનો ઓર્ડર
ગીરસોમનાથના ગીરગઢડામાં ફરી ખાખી વર્દી પર સવાલ ઉઠયા છે,પોલીસકર્મીની કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.દારૂનો જથ્થો નાશ કરવાની જગ્યાએથી પોલીસકર્મીએ તેની કારમાં જ દારૂ મૂકી દીધો હોવાની ચર્ચાએ જોર પકડયું છે,પોલીસે જે દારૂ જપ્ત કર્યો અને નાશ કરવાનો હતો તે જગ્યાએથી દારૂની બોટલ કારમાં મૂકી દીધી હોવાની વાત સામે આવી છે,આવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસકર્મીની કારમાંથી મળ્યો દારૂ ગીરસોમનાથમાં જે જગ્યાએ ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો અને તે જ જગ્યાએ પોલીસકર્મી અમુક દારૂની બોટલ તેની કારમાં મૂકીને ફરાર થતો હતો તો સ્થાનિકોના ધ્યાને આ વાત આવતા તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને મનો વાજા નામના આ પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા એસપીએ હેડ કવાર્ટર ખાતે બદલી કરી દીધી છે.અને તપાસના આદેશ આપ્યા છે,સ્થાનિકોએ આ મામલે કોન્સ્ટેબલને પૂછતા તેઓ કંઈ પણ જવાબ આપી શકયા ન હતા. અધિકારીની સામે દારૂ નાશ કરાયો 4 ડીસેમ્બરનાં સવારે ગીરગઢડા પોલીસ સ્ટેશનનાં મુદામાલ રૂમમાંથી ટ્રેક્ટર મારફતે લવાયેલા 737 ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 73,450 તેમજ ઊના પોલીસ મંથકનાંમુદ્દામાલની બોટલ 10,997 કિંમત રૂ. 25,20,650 નો મળી કુલ 25,94,100નો દારૂનાં જથ્થાનો નાશ પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયા તેમજ ડીવાયએસપી ચૌધરી ગીરગઢડા મામલતદાર ડી. કે. ભીમાણી ગીરગઢડા મામલતદાર જી. કે. વાળા અને નશાબંધી આબકારી અધિક્ષકની ઊપસ્થિતમાં રોલર ફેરવી નાશ કરાયો હતો. હેડ ક્વાટર ખાતે બદલી કરાઈપોલીસ કર્મી પોતાની કારમાં દારૂ લઇ જતાં રંગે હાથ ઝડપાયો હતો. તેનાં ઘેરા પ્રત્યાઘાત પડે તે પહેલા સ્થાનિક અધિકારી દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજાને જાણ કરાતાં તાત્કાલિક ધોરણે તેની જિલ્લા પોલીસ હેંડ ક્વાટર ખાતે બદલી કરીને પોલીસે આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીરસોમનાથના ગીરગઢડામાં ફરી ખાખી વર્દી પર સવાલ ઉઠયા છે,પોલીસકર્મીની કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.દારૂનો જથ્થો નાશ કરવાની જગ્યાએથી પોલીસકર્મીએ તેની કારમાં જ દારૂ મૂકી દીધો હોવાની ચર્ચાએ જોર પકડયું છે,પોલીસે જે દારૂ જપ્ત કર્યો અને નાશ કરવાનો હતો તે જગ્યાએથી દારૂની બોટલ કારમાં મૂકી દીધી હોવાની વાત સામે આવી છે,આવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પોલીસકર્મીની કારમાંથી મળ્યો દારૂ
ગીરસોમનાથમાં જે જગ્યાએ ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો અને તે જ જગ્યાએ પોલીસકર્મી અમુક દારૂની બોટલ તેની કારમાં મૂકીને ફરાર થતો હતો તો સ્થાનિકોના ધ્યાને આ વાત આવતા તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને મનો વાજા નામના આ પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા એસપીએ હેડ કવાર્ટર ખાતે બદલી કરી દીધી છે.અને તપાસના આદેશ આપ્યા છે,સ્થાનિકોએ આ મામલે કોન્સ્ટેબલને પૂછતા તેઓ કંઈ પણ જવાબ આપી શકયા ન હતા.
અધિકારીની સામે દારૂ નાશ કરાયો
4 ડીસેમ્બરનાં સવારે ગીરગઢડા પોલીસ સ્ટેશનનાં મુદામાલ રૂમમાંથી ટ્રેક્ટર મારફતે લવાયેલા 737 ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 73,450 તેમજ ઊના પોલીસ મંથકનાંમુદ્દામાલની બોટલ 10,997 કિંમત રૂ. 25,20,650 નો મળી કુલ 25,94,100નો દારૂનાં જથ્થાનો નાશ પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયા તેમજ ડીવાયએસપી ચૌધરી ગીરગઢડા મામલતદાર ડી. કે. ભીમાણી ગીરગઢડા મામલતદાર જી. કે. વાળા અને નશાબંધી આબકારી અધિક્ષકની ઊપસ્થિતમાં રોલર ફેરવી નાશ કરાયો હતો.
હેડ ક્વાટર ખાતે બદલી કરાઈ
પોલીસ કર્મી પોતાની કારમાં દારૂ લઇ જતાં રંગે હાથ ઝડપાયો હતો. તેનાં ઘેરા પ્રત્યાઘાત પડે તે પહેલા સ્થાનિક અધિકારી દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજાને જાણ કરાતાં તાત્કાલિક ધોરણે તેની જિલ્લા પોલીસ હેંડ ક્વાટર ખાતે બદલી કરીને પોલીસે આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.