Gir Somnathમાં મહિલાનો પગ કૂવામાં લપસી જતા નિપજયું મોત, પરિવારમાં આક્રંદ છવાયો

ગીર સોમનાથમાં કૂવામાં પડતા મહિલાનું મોત થયું હોવાની વાત સામે આવી છે,જેમાં કૂવામાંથી પાણી ભરતી વખતે મહિલાનો પગ લપસી ગયો અને તે કૂવામાં પડી હતી જેમાં તેનું મોત થયું છે,આ સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મહિલાના મૃતદેહને બહાર કાઢયો છે,સુત્રાપાડાના આલિદ્રા ગામે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના આલિદ્રા ગામે મહિલા રાત્રીના સમયે કૂવામાં પાણી ભરવા જાય છે અને કૂવાની બહાર લીલ જામી ગઈ હોવાથી અચાનક તે સંતુલન ગુમાવે છે અને તે કૂવામાં ખાબકે છે અચાનક કૂવામાં ખાબકતા થોડી વાર તો પરિવારને જાણ થતી નથી પરંતુ જયારે વધારે સમય થાય છે ત્યારે પરિવારના સભ્યો કૂવાની અંદર જોવે છે તો ખબર પડે છે કે મૃતદેહ પાણીમાં તરી રહ્યો છે,ત્યારે પોલીસ અને ફાયર વિભાગને સ્થાનિકો જાણ કરે છે અને ફાયર વિભાગે કૂવામાંથી મૃતદેહને બહાર કાઢયો હતો. મહિલાના મૃતદેહનું કરાશે પીએમ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારના સભ્યોના નિવેદન લીધા હતા,ત્યારે આ ઘટના બનતાની સાથે જ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી અને પરિવાર કંઈ બોલી પણ શકતો ન હતો એટલો ગમગીન માહોલ સર્જાયો હતો,પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,ત્યારે કૂવામાંથી પાણી ભરતા દરેક લોકોએ સાવચેતી સાથે પાણી બહાર કાઢવું જોઈએ નહીતર તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે. કૂવાની બહાર જામેલી લીલ દૂર કરો ઘણી વાર એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે,કૂવાની બહાર ભાગે પાણી વધુ જામતું હોવાથી લીલ થતી હોય છે અને તે લીલના કારણે પગ લપસવાની ઘટના બનતી હોય છે,ત્યારે આવી દુર્ઘટના ના બને તેને લઈ ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે.

Gir Somnathમાં મહિલાનો પગ કૂવામાં લપસી જતા નિપજયું મોત, પરિવારમાં આક્રંદ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથમાં કૂવામાં પડતા મહિલાનું મોત થયું હોવાની વાત સામે આવી છે,જેમાં કૂવામાંથી પાણી ભરતી વખતે મહિલાનો પગ લપસી ગયો અને તે કૂવામાં પડી હતી જેમાં તેનું મોત થયું છે,આ સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મહિલાના મૃતદેહને બહાર કાઢયો છે,સુત્રાપાડાના આલિદ્રા ગામે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.

ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

ગીર સોમનાથના સૂત્રાપાડાના આલિદ્રા ગામે મહિલા રાત્રીના સમયે કૂવામાં પાણી ભરવા જાય છે અને કૂવાની બહાર લીલ જામી ગઈ હોવાથી અચાનક તે સંતુલન ગુમાવે છે અને તે કૂવામાં ખાબકે છે અચાનક કૂવામાં ખાબકતા થોડી વાર તો પરિવારને જાણ થતી નથી પરંતુ જયારે વધારે સમય થાય છે ત્યારે પરિવારના સભ્યો કૂવાની અંદર જોવે છે તો ખબર પડે છે કે મૃતદેહ પાણીમાં તરી રહ્યો છે,ત્યારે પોલીસ અને ફાયર વિભાગને સ્થાનિકો જાણ કરે છે અને ફાયર વિભાગે કૂવામાંથી મૃતદેહને બહાર કાઢયો હતો.

મહિલાના મૃતદેહનું કરાશે પીએમ

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારના સભ્યોના નિવેદન લીધા હતા,ત્યારે આ ઘટના બનતાની સાથે જ પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી અને પરિવાર કંઈ બોલી પણ શકતો ન હતો એટલો ગમગીન માહોલ સર્જાયો હતો,પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,ત્યારે કૂવામાંથી પાણી ભરતા દરેક લોકોએ સાવચેતી સાથે પાણી બહાર કાઢવું જોઈએ નહીતર તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે.

કૂવાની બહાર જામેલી લીલ દૂર કરો

ઘણી વાર એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે,કૂવાની બહાર ભાગે પાણી વધુ જામતું હોવાથી લીલ થતી હોય છે અને તે લીલના કારણે પગ લપસવાની ઘટના બનતી હોય છે,ત્યારે આવી દુર્ઘટના ના બને તેને લઈ ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે.