Gir Somnath: વેરાવળથી ચીલઝડપ કરતા બંટી-બબલીને ઝડપ્યા, જુઓ Video

ગીર સોમનાથના વેરાવળથી ચીલઝડપ કરતા બંટી બબલીને પોલીસે ઝડપ્યા છે. વૃદ્ધોને નિશાન બનાવતી ચીલઝડપ ગેંગે અમરેલીમાં પતિ-પત્ની કારમાં બેસાડી વૃદ્ધોને લૂંટ્યા હતા. પોલીસે બંટી બબલી પાસેથી રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  ગીર સોમનાથ એલસીબીએ અમરેલી જિલ્લામાં વૃદ્ધોને નિશાન બનાવી ચીલઝડપ કરતી ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પતિ-પત્ની સંજય વાઘેલા (ઉ.32) અને રીનાબેન વાઘેલા (ઉ.23)નો સમાવેશ થાય છે. બંને ઉના ભીમપરાના રહેવાસી છે. મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ ના વેરાવળથી ચીલઝડપ કરતા બંટી બબલીએ વૃદ્ધોને નિશાન બનાવતી ચીલઝડપ કરી હતી. અમરેલીમાં પતિ-પત્નીની જોડી કારમાં બેસાડી વૃદ્ધોના દાગીના-રોકડની ચોરી કરતી હતી. આખરે ગીર સોમનાથ LCB એ વેરાવળમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે. આ ગેંગ વિરુદ્ધ ખાંભા અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. મુખ્ય આરોપી સંજય વાઘેલા વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે. પોલીસે બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે ડિટેઈન કર્યા છે.

Gir Somnath: વેરાવળથી ચીલઝડપ કરતા બંટી-બબલીને ઝડપ્યા, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથના વેરાવળથી ચીલઝડપ કરતા બંટી બબલીને પોલીસે ઝડપ્યા છે. વૃદ્ધોને નિશાન બનાવતી ચીલઝડપ ગેંગે અમરેલીમાં પતિ-પત્ની કારમાં બેસાડી વૃદ્ધોને લૂંટ્યા હતા. પોલીસે બંટી બબલી પાસેથી રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

ગીર સોમનાથ એલસીબીએ અમરેલી જિલ્લામાં વૃદ્ધોને નિશાન બનાવી ચીલઝડપ કરતી ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પતિ-પત્ની સંજય વાઘેલા (ઉ.32) અને રીનાબેન વાઘેલા (ઉ.23)નો સમાવેશ થાય છે. બંને ઉના ભીમપરાના રહેવાસી છે. મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ ના વેરાવળથી ચીલઝડપ કરતા બંટી બબલીએ વૃદ્ધોને નિશાન બનાવતી ચીલઝડપ કરી હતી. અમરેલીમાં પતિ-પત્નીની જોડી કારમાં બેસાડી વૃદ્ધોના દાગીના-રોકડની ચોરી કરતી હતી. આખરે ગીર સોમનાથ LCB એ વેરાવળમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે. 

આ ગેંગ વિરુદ્ધ ખાંભા અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. મુખ્ય આરોપી સંજય વાઘેલા વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે. પોલીસે બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે ડિટેઈન કર્યા છે.