Gir Somnath: વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવતો ભેજાબાજ પોલીસના સકંજામાં
ગીર સોમનાથમાં વૃદ્ધોને નિશાન બનાવતો ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે. વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવી છેતરપિંડી કરતો આરોપી રફીક ઉર્ફે કલી ચોટલીયાને પોલીસે ઝડપ્યો છે. ગીર સોમનાથમાં વૃદ્ધોને નિશાન બનાવતો શાતિર ઠગ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. વિવિધ ગામોમાં આરોપી અવાર-નવાર વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવીને છેતરપિંડી કરતો હતો. આરોપી રફીક ઉર્ફે કલી ચોટલીયા (ઉ.વ.30) જુનાગઢના બીલખા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી રિક્ષા ચલાવીને અનાજની ફેરી કરતો હતો. આંકોલવાડી, માધુપુર, જસાધાર સહિત અનેક ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવ્યા છે.પોલીસે CCTV ફૂટેજ અને માનવ બાતમીદારોની મદદથી આરોપીને પકડી પાડયો છે. આરોપી તાલાલા તાલુકાના વિવિધ ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવતો હતો. આરોપી ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે એકલા રહેતા વૃદ્ધોની નબળાઈનો લાભ લઈને તેમની સાથે છેતરપિંડી કરતો હોવાની વિગતો મળી રહી છે. ચાર વૃદ્ધો સાથે ની છેતરપીંડી સામે આવી છે. વધુ પણ છેતરપીંડી સામે આવવાની શકયતાઓ વર્તાઇ રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં વૃદ્ધોને નિશાન બનાવતો ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે. વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવી છેતરપિંડી કરતો આરોપી રફીક ઉર્ફે કલી ચોટલીયાને પોલીસે ઝડપ્યો છે.
ગીર સોમનાથમાં વૃદ્ધોને નિશાન બનાવતો શાતિર ઠગ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. વિવિધ ગામોમાં આરોપી અવાર-નવાર વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવીને છેતરપિંડી કરતો હતો. આરોપી રફીક ઉર્ફે કલી ચોટલીયા (ઉ.વ.30) જુનાગઢના બીલખા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી રિક્ષા ચલાવીને અનાજની ફેરી કરતો હતો. આંકોલવાડી, માધુપુર, જસાધાર સહિત અનેક ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવ્યા છે.
પોલીસે CCTV ફૂટેજ અને માનવ બાતમીદારોની મદદથી આરોપીને પકડી પાડયો છે. આરોપી તાલાલા તાલુકાના વિવિધ ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવતો હતો. આરોપી ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે એકલા રહેતા વૃદ્ધોની નબળાઈનો લાભ લઈને તેમની સાથે છેતરપિંડી કરતો હોવાની વિગતો મળી રહી છે. ચાર વૃદ્ધો સાથે ની છેતરપીંડી સામે આવી છે. વધુ પણ છેતરપીંડી સામે આવવાની શકયતાઓ વર્તાઇ રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.