Gir Somnath: વિશ્વ સિંહ દિવસની ઉજવણી દરમિયાન સાંસદ પરિમલ નથવાણીએ વૃક્ષારોપણ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ખાતે બરડા ડુંગરના સાનિધ્યમાં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ 2025’ની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉપસ્થિત રહી “એક પેડ માં કે નામ” અભિયાનમાં યોગદાન આપતાં વૃક્ષારોપણ કર્યું હતું.બરડા વન્યજીવ અભ્યારણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેંદ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી.
બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહોનો વસવાટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી પાસે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં 143 વર્ષ પછી સિંહોનો પુનઃ વસવાટ થઈ રહ્યો છે. બરડામાં 400થી વધુ ઔષધીય વૃક્ષો, છઠ્ઠી સદીનો નવલખા મંદિર થી માંડીને વિવિધ ધાર્મિક સ્થાનો, કુદરતી ઝરણા આવેલા છે. પરિણામે સિંહોએ બરડા અભયારણ્યને પોતાના બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે.મુખ્યમંત્રીના હસ્તે 180 કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
વિશ્વ સિંહ દિવસ 2025ની ઉજવણીમાં જોડાવાનો આનંદ
સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, વિશ્વ સિંહ દિવસ 2025ની ઉજવણીમાં જોડાવાનો આનંદ છે. ભારતનો આ સમૃદ્ધ વન્યજીવનનો વારસો આપણા માટે ગૌરવ છે. બરડા વન્યજીવન અભયારણ્ય સિંહ ઉત્સાહીઓ માટેનું બીજુ એક સ્વર્ગ છે. જે સાસણ ગીરની ભવ્યતાને પૂરક બનાવે છે અને તે એટલું જ અદભુત બનવા માટે તૈયાર છે.
What's Your Reaction?






