Gir Somnath : મહિલા પર સામુહિક દુષ્કર્મ કરીને આરોપીઓ દરિયામાં ભાગ્યા પણ પોલીસે પીછો કરીને મધ દરિયે દબોચી લીધા, વાંચો દિલધડક કિસ્સો

Oct 10, 2025 - 14:00
Gir Somnath : મહિલા પર સામુહિક દુષ્કર્મ કરીને આરોપીઓ દરિયામાં ભાગ્યા પણ પોલીસે પીછો કરીને મધ દરિયે દબોચી લીધા, વાંચો દિલધડક કિસ્સો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે કાયદાના હાથ બહુ લાંબા છે અને તમે આકાશ પાતાળમાં છુપાઇ જાવ પણ તમને પોલીસ અચૂક શોધી લે છે. જો કે ગીર સોમનાથ જિલ્લા પોલીસે હવે તેમાં આકાશ, પાતળ અને દરિયાનો શબ્દ પણ ઉમેર્યો છે. ઉનામાં સામુહિક દુષ્કર્મ કરવાના કેસમાં ફરાર થયેલા આરોપીઓને ગીર સોમનાથ જિલ્લા પોલીસે મધ દરિયે જઇને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ત્રણ આરોપીઓને દરિયામાં જઈ દબોચ્યા

ગીર સોમનાથના ઉનાની નવાબંદર પોલીસે સામુહિક દુષ્કર્મના ત્રણ આરોપીઓને દરિયામાં જઈ દબોચ્યા છે. આરોપીઓ પોલીસ થી બચવા સમુદ્રમાં જતા રહ્યા હતા પણ પોલીસે તેમની દરિયા અંદર ભાળ મેળવી પકડી પાડ્યા હતા

અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ કર્યું હતું

માહિતી મુજબ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન માં એક આઘેડ મહિલા એ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સાથે ત્રણ લોકો એ દુષ્કર્મ આચર્યું છે. મહિલા ઉના ની સરકારી હોસ્પિટલ માં દાખલ થઈ હતી જેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવી છે. મહિલા એ ફરિયાદ આપી છે કે થોડા દિવસો પહેલા તેમનું બાઈક પર અપહરણ કરી તેમને કશું સુંઘાડી બેભાન કરી હતી અને આરોપીઓએ મકાનમાં લઇ જઇને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું પોલીસ વડા જયદિપસિંહ જાડેજાએ શું કહ્યું

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદિપસિંહ જાડેજાએ આ મામલે જણાવ્યું હતું કે નવાબંદર પોલીસમાં આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.જો કે આરોપીઓ માછીમારી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે તથા આ ઘટનાને અંજામ આપી પોલીસ થી બચવા બોટ મારફતે દરિયામાં જતા રહ્યા હતા. આરોપીઓને પકડવા સમુદ્ર માં પીછો કર્યો

જયદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે પોલીસે ને બાતમી મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા સમુદ્રમાં પીછો કર્યો હતો અને 25 કિમી દૂર સમુદ્રમાંથી નરેન્દ્ર ઉર્ફે એકમ નો કાળિયો અને સંજય ઉર્ફે કબલી કબૂતર ને દબોચી લીધા હતા. પોલીસે વધુ એક આરોપી ઝડપી લીધો

દરમિયાન આજે પોલીસે વધુ એક આરોપી અંશ ઉર્ફે અંશુ સુરેશ ફૂલબારર્યાને પણ સમુદ્રમાં પકડી પાડ્યો છે. તે પણ સમુદ્રમાં માછીમારી કરવા જતો રહ્યો હતો. આ ત્રણેય આરોપીઓ નવાબંદર વિસ્તાર ના હોવાનું જાણવા મળી રહ્યું છે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0