Gir Somnath: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું

Sep 7, 2026 - 21:30
Gir Somnath: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ ધામ ખાતે ઉમટી પડ્યા હતા. વહેલી સવારની મંગળા આરતીથી જ સોમનાથ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. સાંજના 7 વાગ્યા સુધીના મળેલા આંકડા અનુસાર, 1 લાખ 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન અને પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું

શ્રાવણી સોમવારના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ અને ભૂદેવો દ્વારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ રહી હતી.આજના વિશેષ દિવસે ભક્તો દ્વારા 90 જેટલી ધ્વજાપૂજા તથા 88 સોમેશ્વર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં યોજાયેલા મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રદ્ધાળુઓ અને ભૂદેવો દ્વારા 25 હજારથી વધુ આહુતિઓ અર્પણ કરી વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અંતિમ શ્રાવણ સોમવારે આસ્થાનું પૂર

આ પણ વાંચો: Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0