Gir Somnath News: આરોપી તેની કારમાં MLA ગુજરાત લખેલુ બોર્ડ લગાવીને રૌફ જમાવતો હતો, પોલીસે ધરપકડ કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં મારામારીના કેસમાં મોટો ખુલાસો થયો છે. ડોળાસા ગામ નજીક મારામારીનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી નિલયની ધરપકડ કરી છે. આરોપી કારમાં ધારાસભ્યનું બોર્ડ લગાવીને ફરતો હતો. કારમાં ધારાસભ્યનું બોર્ડ લગાવીને રૌફ જમાવતો હતો. પોલીસે કારને જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે.
સીસીટીવીમાં ધારાસભ્ય લખેલા બોર્ડ વાળી કાર નજરે પડી
ગીર સોમનાથ જિલ્લાના ડોસાળામાં મારા મારી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી તેની કારમાં ધારાસભ્ય ગુજરાત લખેલું બોર્ડ લગાવીને ફરતો હતો. તે આ કાર લઈને નિકળતો હતો અને લોકોમાં પોતાનો રૌફ જમાવતો હતો. કોડિનાર પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભૂરો રામભાઈ વાળાની ધરપકડ કરી છે. ટોલનાકાના સીસીટીવીમાં ધારાસભ્ય લખેલા બોર્ડ વાળી કાર નજરે પડી હતી.
ખોટો હોદ્દો બતાવીને લોકોમાં ધાક જમાવતો હતો
આરોપી કોઈ ધારાસભ્ય નહીં હોવા છતાં ખોટો હોદ્દો બતાવીને લોકોમાં ધાક જમાવતો હતો. તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચ લાખની કિંમતની કાર પોલીસે જપ્ત કરી છે. આરોપી સામે અગાઉ પણ મારામારી, ધમકી અને પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે. ગીર સોમનાથ પોલીસે ચેતવણી આપી છે કે, સરકારી બોર્ડ અને નિશાનીનો ખોટો ઉપયોગ કરાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ PM Modi : સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું સેવા તીર્થ ભારતની જનતાને સમર્પિત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

