Gir Somnath News: ઉનામાં મિની વાવાઝોડા સાથે વરસાદ, ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ

May 6, 2026 - 20:00
Gir Somnath News: ઉનામાં મિની વાવાઝોડા સાથે વરસાદ, ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં આજે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. ભારે પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉના શહેરમાં વરસાદી ઝાપટા પડવાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.

વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ

ભારે પવનને કારણે ઉનાના કંસારી રોડ પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. રોડની વચ્ચે જ વૃક્ષ પડવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેને પગલે વાહનચાલકો અટવાયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષને હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કેરીના પાકને મોટું નુકસાન

આ કમોસમી વરસાદ અને તેજ પવનને કારણે સૌથી વધુ ફટકો ખેડૂતોને પડ્યો છે. ઉના પંથકમાં કેસર કેરીનો મબલખ પાક તૈયાર થવાની તૈયારીમાં હતો, ત્યારે જ પવન સાથે વરસાદ પડતા આંબા પરથી કેરીઓ ખરી પડી છે. ખેડૂતોના મતે, આ માવઠાથી કેરીની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિ છે, જેનાથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે.


આ પણ વાંચો - Gir Somnath News: ગીર ગઢડામાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0