Gir Somnath: સણોસરીમાં કાળજું કંપાવતી ઘટના; દીપડાએ 3 વર્ષના માસૂમને ફાડી ખાધો, માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર જંગલ બોર્ડર નજીક આવેલા સણોસરી ગામમાંથી એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તાર નજીક ધસી આવેલા એક ખૂંખાર દીપડાએ માત્ર ત્રણ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધો છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
રમતા બાળકને દીપડો ઉઠાવી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર, સણોસરી ગામમાં પરિવાર સાથે રહેતો ત્રણ વર્ષીય ચેતન બામણીયા અચાનક લાપતા બન્યો હતો. તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે સીમ વિસ્તારમાંથી ત્રાટકેલો દીપડો માસૂમ બાળકને ઉઠાવીને જંગલ તરફ ભાગી ગયો હતો.બનાવની ગંભીરતા જોતાં વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોની મદદથી આસપાસના કોતર તથા ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ માસૂમ ચેતનનો મૃતદેહ અવાવરૂ જગ્યાએથી દીપડાએ અત્યંત ક્રૂરતાપૂર્વક ફાડી ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારજનોમાં હૈયાફાટ રુદન ફેલાઈ ગયું હતું. પંચનામા બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
કલાકો બાદ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો
બાળકનો શિકાર કરી માનવભક્ષી બનેલો દીપડો અન્ય કોઈ ગ્રામજન પર હુમલો ન કરે તે માટે વન વિભાગે તાત્કાલિક વિસ્તારનું સ્કેનિંગ હાથ ધરી અલગ-અલગ લોકેશન પર મારણ સાથે પાંજરા ગોઠવી દીધા હતા.વનકર્મીઓની સતત વોચ અને કલાકોની ભારે જહેમત બાદ, આખરે આ ખૂંખાર દીપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે, જોકે ત્રણ વર્ષના વ્હાલસોયા ફૂલ જેવા બાળકના અકાળે મોતથી સમગ્ર સણોસરી ગામમાં ઊંડો શોક છવાઈ ગયો છે.
આ પણ વાંચો: Vadodara: કરજણમાં પંપ પર સીએનજી ભરતાં જ સિલિન્ડર બ્લાસ્ટ; અન્ય બે વાહનોના કાચ તૂટ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

