Bhavnagar News: SMCની રેડમાં ઝડપાયો લાખોનો વિદેશી દારૂ! ફરી શંકાના ઘેરામાં આવી સ્થાનિક પોલીસ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં નકલી વિદેશી દારૂના કારણે થયેલા મોતનો માતમ હજુ શાંત પણ નથી થયો ત્યાં ફરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. SMCની રેડમાં આ દારૂનો જથ્થો પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરેથી ઝડપી લેવામાં આવ્યો છે. જે કારણે સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે.
ભાવનગર શહેરમાં બુટલેગરો સામે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા વધુ એક વખત લાલ આંખ કરવામાં આવી છે. શહેરના મોખડાજી સર્કલ વિસ્તારમાં SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ સમગ્ર કાર્યવાહી ઘોઘારોડ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ કરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
ઇકો કારમાંથી 9.10 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
SMCની ટીમને મળેલી પૂર્વ બાતમી મુજબ મોખડાજી સર્કલ નજીક આવેલા બાંભણીયાના કારખાના પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં રહેલી એક ઇકો કારમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી 9.10 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
2 આરોપીઓની ધરપકડ, કુલ 14.15 લાખનો મુદ્દામાલ જપ્ત
આ દરોડા દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલે ઘટના સ્થળેથી 2 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હેમુ લક્ષ્મણ ચૌહાણ અને મહેશ કાનજી બારૈયાનો સમાવેશ થાય છે. SMCએ વિદેશી દારૂનો જથ્થો, કાર અને અન્ય સામગ્રી મળીને કુલ 14.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ફરાર થયેલા 3 આરોપીઓને પકડવા તજવીજ તેજ
દારૂના આ ગેરકાયદે વેપલામાં સામેલ અન્ય 3 આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓમાં અર્જુન મકવાણા, મયુર ચૌહાણ અને મુકેશ ઉર્ફે મુન્નો ચૌહાણનો સમાવેશ થાય છે. SMC દ્વારા આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સોંપાઈ આગળની તપાસ
સમગ્ર કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપાયેલા બંને આરોપીઓ, વિદેશી દારૂનો જથ્થો અને 14.15 લાખનો મુદ્દામાલ ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે. હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Bhavnagar: પાલીતાણા અને તળાજા APMCના બનાવટી લેટરપેડથી કરોડોની હેરફેર ને TDS ચોરી; SOGએ 4 ભેજાબાજોને દબોચ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

