Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગમાં હોટલ રેડ દરમિયાન સામે આવેલા એક સનસનાટીભર્યા તોડકાંડને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. હોટલ રોયલ મેન્સનમાં પાડવામાં આવેલી જુગાર રેડ દરમિયાન ગેરરીતિ અને તોડબાજીના ગંભીર આક્ષેપો ઉઠતાં જૂનાગઢ રેન્જ આઈ.જી. ચુડાસમા આકરા પાણીએ થયા છે.
PSI ડી.એમ. કાગડા અને PSI એચ.એલ. જેબલિયા સસ્પેન્ડ
પોલીસની પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવ્યા બાદ રેન્જ આઈ.જી. દ્વારા મોટી સજાત્મક કાર્યવાહી કરતા એસઓજી PSI ડી.એમ. કાગડા અને PSI એચ.એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જુગાર રેડમાં મહિલા PSIને છોડ્યાનો આક્ષેપ
ઘટનાની વિગતો અનુસાર, હોટલ રોયલ મેન્સનમાં જુગાર રમાતો હોવાની માહિતી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન સ્થળ પરથી એક મહિલા PSI પાસેથી કેસ રફાદફા કરવાના અવેજમાં રૂપિયા 5 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.મહિલા PSIએ ઘટસ્ફોટ કર્યો
તોડકાંડનો ભોગ બનેલા મહિલા PSIએ પોતે જ જૂનાગઢ રેન્જ IG સમક્ષ પહોંચી આ સમગ્ર કાળો કારોબાર અને તોડકાંડનો ભાંડો ફોડ્યો હતો.ગેરરીતિના પુરાવા મળતા બંને PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી
પોલીસ અધિકારી સામે જ પોતાના જ વિભાગના સાથી અધિકારી દ્વારા કરાયેલા તોડકાંડની આ રજૂઆતને રેન્જ IGએ અત્યંત ગંભીરતાથી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જ ગેરરીતિના પુરાવા મળતા બંને PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઇ છે જેના પગલે સમગ્ર જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : બપોરે 1 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

