Gir Somnath : ગીરના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરનારાઓ સામે વન વિભાગની કડક કાર્યવાહી, હજારોનો દંડ વસુલાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લામાં સિંહ દર્શનના શોખીનો માટે વન વિભાગે એક કડક ચેતવણીરૂપ કાર્યવાહી કરી છે. અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહોની પજવણી કરનારા અથવા ગેરકાયદે સિંહ દર્શન કરનારા શખ્સો સામે વન વિભાગે ધોકા પછાડ્યા છે. સૂત્રાપાડા અને વેરાવળના ડારી જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમે અલગ-અલગ દરોડા પાડીને કુલ ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.
સૂત્રાપાડામાં રૂ. 50,000નો દંડ
સૂત્રાપાડા રેન્જ હેઠળ આવતા અનામત જંગલ વિસ્તારમાં બે શખ્સો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવાના ઈરાદે ઘુસી ગયા હતા. વન વિભાગને બાતમી મળતા જ પેટ્રોલિંગ દરમિયાન આ બંને શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કડક કાર્યવાહી કરી આ બંને શખ્સો પાસેથી રૂ. 50,000નો દંડ વસૂલ્યો છે.
ડારી જંગલમાં પણ કાર્યવાહી
બીજી તરફ વેરાવળ નજીક આવેલા ડારી જંગલ વિસ્તારમાં પણ પ્રતિબંધિત ક્ષેત્રમાં ગેરકાયદે પ્રવેશ કરનારા બે શખ્સો વન વિભાગના સકંજામાં આવ્યા હતા. જંગલની મર્યાદાનો ભંગ કરવા બદલ વન વિભાગે આ બંને પાસેથી રૂ. 10,000નો દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદે સિંહ દર્શન કરાવતા અને કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો--- West Bengal Election Result 2026 : કોંગ્રેસના સુપડા સાફ, દિલ્હી-આંધ્ર બાદ હવે બંગાળમાં પણ 'ઝીરો'ની હેટ્રિક ભણી? પછડાટનો સિલસિલો યથાવત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

