Gir somnath : ઋતુચક્રમાં ફેરફાર : ચોમાસાની વિદાય વચ્ચે આંબા પર જોવા મળી કેસર કેરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર વિશ્વમાં અત્યારે હવામાનમાં વ્યાપક પલટો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર હવે પ્રકૃતિ અને ખેતી પર પણ વર્તાવા લાગી છે. આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સામે આવ્યો છે. સામાન્ય રીતે શિયાળાની ગુલાબી ઠંડીમાં આવતા આંબાના મોર અને ઉનાળામાં પાકતી વિશ્વપ્રસિદ્ધ 'કેસર' કેરી અત્યારે ચોમાસાની વિદાય અને શરદ ઋતુના આગમન વચ્ચે આંબાના વૃક્ષ પર લટકતી જોવા મળી રહી છે.
સામાન્ય રીતે કેસર કેરીની કલમોમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં મોર (ફૂલ) આવવાની શરૂઆત થતી હોય છે અને ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં નાની-નાની કાચી કેરીઓ (ખાખટી) જોવા મળતી હોય છે. પરંતુ ઉના તાલુકાના એક ગામમાં ઘરઆંગણે વાવેલા આંબામાં અત્યારે સીઝન વગર જ નાની-નાની કેસર કેરીઓ જોવા મળતા સ્થાનિકોમાં ભારે કૌતુક સર્જાયું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

