Gir Somnath: આવતીકાલથી તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, ખેડૂતો માટે ઓન-સ્પોટ નોંધણી અને ઝડપી પેમેન્ટની ખાસ વ્યવસ્થા

Mar 9, 2026 - 14:30
Gir Somnath: આવતીકાલથી તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, ખેડૂતો માટે ઓન-સ્પોટ નોંધણી અને ઝડપી પેમેન્ટની ખાસ વ્યવસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલથી NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. પિખોર સેવા સહકારી મંડળી દ્વારા આ ખરીદી પ્રક્રિયાને ખેડૂતો માટે વધુ સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી છે.

ખેડૂતો માટે વિશેષ સુવિધાઓ

જે ખેડૂતોએ અગાઉ નોંધણી કરાવી નથી, તેઓ પણ 7/12 અને આધારકાર્ડ જેવા જરૂરી પુરાવા સાથે સ્થળ પર આવીને નોંધણી કરાવી શકશે. તુવેર વેચ્યાના માત્ર 5 થી 6 દિવસમાં જ ખેડૂતોના બેંક ખાતામાં સીધી ચુકવણી (DBT) કરવામાં આવશે. હાલમાં વિઘા દીઠ 10 મણ તુવેર ખરીદવામાં આવશે, અને એક દિવસમાં 40 ખાંડી સુધી તોલ કરવાની ક્ષમતા રાખવામાં આવી છે.

લાભ અન્ય જિલ્લાના ખેડૂતો પણ લઈ શકશે

આ સુવિધાનો લાભ માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ અન્ય જિલ્લાના ખેડૂતો પણ લઈ શકશે, જેથી તેમને દૂર સુધી ભટકવું ન પડે. રજિસ્ટર્ડ ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબના દિવસે આવીને તુવેર આપી શકશે, જેથી યાર્ડમાં ભીડ ઓછી થાય અને ખેડૂતોને લાંબી કતારોમાં ઉભા રહેવું ન પડે.


આ પણ વાંચો: Gandhinagar: ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર મૂક્યો વિશ્વાસ, નિરીક્ષક તરીકે સોંપાઈ મહત્વની જવાબદારી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0