Gujarat News: ચોમાસા પહેલા રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા 'સ્કૂલ સેફ્ટી' અંતર્ગત વ્યાપક અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના અમલીકરણ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
જર્જરિત ઓરડા અને સુરક્ષા પર વિશેષ ભાર
સરકારની નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યની કોઈપણ શાળાના જર્જરિત ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ ઉપરાંત શાળા અને હોસ્ટેલ પરિસરની છત તેમજ મેદાનની સફાઈ ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે.વીજળીના જોખમોને ટાળવા માટે પરિસરમાં ખુલ્લા વાયરો ન રહે અને અર્થિંગની યોગ્ય વ્યવસ્થા હોય તે સુનિશ્ચિત કરવું પડશે.માત્ર ISI માર્કાવાળા જ વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા આદેશ અપાયો છે.
પૂર અને અતિવૃષ્ટિ માટે ઇમરજન્સી પ્રોટોકોલ
ચોમાસા દરમિયાન પૂર કે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે ઇમરજન્સી પ્રોટોકોલ જાહેર કર્યો છે. અતિવૃષ્ટિના સમયે સ્થિતિની ગંભીરતાને આધારે સ્થાનિક અધિકારીઓએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને તાત્કાલિક નિર્ણય લેવાના રહેશે.આ સમયગાળા દરમિયાન TPEOની પૂર્વ મંજૂરી વિના શાળા બંધ કરવી કે શાળા છોડવી નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સાથે દરેક શાળામાં ઇમરજન્સી કીટ હંમેશા હાથવગી રાખવા પણ જણાવાયું છે.
બાંધકામ અને અનિચ્છનીય ઘટનાઓ પર રોક
શાળા કેમ્પસમાં જો કોઈ બાંધકામ ચાલુ હોય તો ત્યાં પણ સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓને કોઈ જોખમ ન રહે. અગાઉ બની ચૂકેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં લેતા, શિક્ષણ વિભાગે આ વખતે પૂર્વ તૈયારી રૂપે આ માર્ગદર્શિકા બહાર પાડી છે, જેથી ચોમાસામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ ટાળી શકાય અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય.
આ પણ વાંચોઃ Amreli News: લાઠી નજીક છકડો પલટી જતા અકસ્માત, 7 મુસાફરો લોહીલુહાણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

