Gir Somnathમાં પરણિત વિધર્મીએ હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ

Jan 23, 2025 - 08:30
Gir Somnathમાં પરણિત વિધર્મીએ હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથના વેરાવળમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે,જેમાં વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યાનો આક્ષેપ યુવતીએ કર્યો છે,યુવતીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ તો યુવતીને પછીથી ખબર પડી કે યુવક તો વિધર્મી છે અને પરણિત છે,જેથી તેણે પ્રભાસ પાટણ પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.

હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરણિત વિધર્મીએ

પ્રભાસ પાટણમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં વિધર્મી પરણિત યુવતીએ હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ છે.યુવતીને ખબર પડતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે સાથે સાથે આરોપી અમર જીકાણી સામે નોંધાઈ ચૂક્યા છે અનેક ગુનાઓ તેમજ પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવતીએ આરોપીના ત્રાસથી વેરાવળ છોડી દીધુ છે,તો આરોપી પણ ફરાર થયો હોવાથી પોલીસે તેને શોધવા પણ અલગ-અલગ ટીમો બનાવી છે.

આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે

આરોપી અમર જીકાણી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેની વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયા છે,ત્યારે આરોપીએ છાત્રોડા ગામના પાટિયા નજીક આવેલ હોટલમાં દુષ્કર્મ આચર્યાની કેફિયત છે પોલીસે પોલીસે દુષ્કર્મ, એટ્રોસીટી એકટ સહિતની કલમ અન્યવે ગુનો નોંધ્યો છે અને મોબાઈલ નંબરના લોકેશનના આધારે કામગીરી હાથધરી છે.

BNSC-કલમ 69

ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદામાં સ્ત્રી-પુરૂષને સમાન ગણીને કાયદાની જોગવાઈઓ નક્કી કરાઈ છે. જે મુજબ લવજેહાદ શબ્દનો કાયદામાં ઉલ્લેખ નથી પણ તેમાં અસલીયત છૂપાવી છેતરપિંડી કરી ખોટું બોલી મહિલાને લગ્ન કરનાર પ્રેરનાર વ્યક્તિ સામે કેસ પુરવાર થાય તો તેણે દસ વર્ષની સજા થઈ શકે તેવી જોગવાઈ બીએનએસની કલમ 69માં કરાઈ છે.આ ઉપરાંત મહિલા સામે છેડતી અને પીછો કરી હેરાન કરવાની કલમ મુજબ ફરિયાદ કરી શકાય તેવી જોગવાઈ છે. લવ જેહાદના મામલે દેશમાં હોબાળો થતા અનેક રાજ્યોમાં લવજેહાદનો કાયદો બનાવી કાર્યવાહી કરવાની થઈ હતી. જો કે, આ લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ કાયદામાં ન હોવાથી તેવા કેસોનો કોર્ટમાં આ કેસોની કાયદેસરતાને પડકારાતી હતી. હવે લવ જેહાદ કરતા તત્વોને અંકુશમાં લાવવા નવા કાયદામાં ખાસ જોગવાઈ કરાઈ છે જે મુજબ અસલી ઓળખ છૂપાવીને ખોટું બોલી છેતરપિંડી કરી મહિલાને લગ્ન કરવા પ્રેરનાર કોઈપણ વ્યક્તિ સામે કેસ પુરવાર થાય તો તેણે બીએનએસની કલમ 69 મુજબ દસ વર્ષની સજા થઈ શકે છે

નવા કાયદામાં સ્ત્રી-પુરૂષને સમાન ગણી કાયદાની જોગવાઈ નક્કી કરવામાં આવી છે

જે મુજબ જૂના કાયદામાં કલમ 354 એ અને સી જાતીય સતામણી કે પીછો કરવા માટે લગાવાતી હતી. જેમાં A MAN COMMITING ANY OF THE FOLLOWING ACT અને ANY MAN શબ્દનો ઉલ્લેખ હતો. જેની સામે નવા કાયદામાં WHOEVER શબ્દ વાપરી સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ દૂર કરાયો છે હવે મહિલાની જેમ કોઈ પુરુષ પોલીસ સ્ટેશનમાં છેડતી કે જાતીય સતામણી થઈ તેવી ફરિયાદ કરવા જશે તો પોલીસે તેની તથ્યતા તપાસીને ફરિયાદ દાખલ કરવી જ પડશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0