Gandhinagr: આર્મ્સ યુનિટના DGP રાજુ ભાર્ગવ વયનિવૃત્ત, ACB ડાયરેક્ટર પિયુષ પટેલને સોંપાયો વધારાનો ચાર્જ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા અને અનેક મહત્વના હોદ્દાઓ સંભાળનારા વરિષ્ઠ IPS અધિકારી રાજુ ભાર્ગવ વયનિવૃત્ત થયા છે. તેઓ રાજ્ય પોલીસ વિભાગના આર્મ્સ યુનિટ (Arms Unit) ના મહાનિર્દેશક (DGP) તરીકે સેવાઓ આપી રહ્યા હતા. તેમની નિવૃત્તિને પગલે ગૃહ વિભાગ દ્વારા તેમના સ્થાને ચાર્જ સોંપણી અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસ તંત્રમાં મહત્વનો ફેરફાર
આઈપીએસ રાજુ ભાર્ગવ નિવૃત્ત થતાં જ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના ડાયરેક્ટર તરીકે કાર્યરત IPS અધિકારી પિયુષ પટેલને તેમના મૂળ હોદ્દાની સાથે સાથે આર્મ્સ યુનિટના ડીજીપી (DGP) નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પિયુષ પટેલે પણ આ નવી જવાબદારીનો પ્રભારી તરીકે સ્વીકાર કર્યો છે.
આર્મ્સ યુનિટના DGP રાજુ ભાર્ગવ થયા નિવૃત્ત
રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સિનિયર IPS અધિકારીઓની નિયમિત પ્રોમોશન અને બદલીની યાદી બહાર પાડવામાં આવે ત્યાં સુધી પિયુષ પટેલ આર્મ્સ યુનિટનો વધારાનો કાર્યભાળ સંભાળતા રહેશે.
આ પણ વાંચો: Ahmedabad: બોપલમાં ફ્લોપ બાદ હવે C.G. રોડ પર AMC ની નવી ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ, ડિજિટલ પેમેન્ટ જ માન્ય
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

