Gandhinagarમાં CM નિવાસસ્થાને લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપ કરી રહ્યું છે મંથન

ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક પરિણામોની સંગઠનાત્મક અને રાજનૈતિક અસરો પર સમીક્ષા થશે લોકસભા સીટના પ્રભારી અને સહપ્રભારીઓ રહ્યા હાજર લોકસભાના પરિણામની સમીક્ષા માટે આજે ભાજપની બેઠક લોકસભાના પરિણામ બાદ ભાજપની સમીક્ષા બેઠક આજ રોજ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થશે. બેઠકમાં ભાજપના તમામ સાંસદ અને પદાધિકારીઓ હાજર રહેશે. ચૂંટણીમાં પરિણામ, બનાસકાંઠા બેઠકની હાર અને ઓછા માર્જીન ધરાવતી બેઠકો અંગે ચર્ચા કરાશે. સમીક્ષા બેઠક યોજાઇ લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે હવે રાજકીય પક્ષો ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છે. સતત બે ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકમાંથી 26 બેઠક મેળવનાર ભાજપને આ વખતે ચૂંટણીમાં જીતની હેટ્રીક મળી શકી નથી. ભાજપને 25 બેઠકો પર જ કોંગ્રેસે રોકી દીધી હતી અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજેતા થયા છે. લોકસભા ચૂંટણીના પરિણામો અંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ખાસ મહત્વની ગણી શકાય તેવી સમીક્ષા બેઠક યોજાઇ રહી છે. પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર લોકસભા ચૂંટણીના પરિણામોમાં હારની સમીક્ષા શરુ થઇ ગઇ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા ખાસ બેઠક મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર છે. ભાજપ સંગઠનના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યાં. બનાસકાંઠાની બેઠકને લઈ થઈ સમીક્ષા ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં 26માંથી 25 બેઠકો ભાજપ જીતી ગયું હતું પણ બનાસકાંઠા બેઠક જીતવામાં અસફળ રહ્યું હતું. ખાસ કરીને બનાસકાંઠા બેઠક પર ભાજપનો કેમ પરાજય થયો તેના કારણોની ઉંડી ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ભાજપના તમામ સાંસદો, શહેર જીલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો પણ હાજર રહેશે. બેઠકમાં બનાસકાંઠામાં ભાજપની હારના કારણો શું છે. કોણે પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે તે સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી શકે છે. બનાસકાંઠામાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાની પણ ચર્ચા થશે.

Gandhinagarમાં CM નિવાસસ્થાને લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપ કરી રહ્યું છે મંથન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • પરિણામોની સંગઠનાત્મક અને રાજનૈતિક અસરો પર સમીક્ષા થશે
  • લોકસભા સીટના પ્રભારી અને સહપ્રભારીઓ રહ્યા હાજર

લોકસભાના પરિણામની સમીક્ષા માટે આજે ભાજપની બેઠક લોકસભાના પરિણામ બાદ ભાજપની સમીક્ષા બેઠક આજ રોજ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થશે. બેઠકમાં ભાજપના તમામ સાંસદ અને પદાધિકારીઓ હાજર રહેશે. ચૂંટણીમાં પરિણામ, બનાસકાંઠા બેઠકની હાર અને ઓછા માર્જીન ધરાવતી બેઠકો અંગે ચર્ચા કરાશે.

સમીક્ષા બેઠક યોજાઇ

લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે હવે રાજકીય પક્ષો ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છે. સતત બે ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકમાંથી 26 બેઠક મેળવનાર ભાજપને આ વખતે ચૂંટણીમાં જીતની હેટ્રીક મળી શકી નથી. ભાજપને 25 બેઠકો પર જ કોંગ્રેસે રોકી દીધી હતી અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજેતા થયા છે. લોકસભા ચૂંટણીના પરિણામો અંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ખાસ મહત્વની ગણી શકાય તેવી સમીક્ષા બેઠક યોજાઇ રહી છે.


પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર

લોકસભા ચૂંટણીના પરિણામોમાં હારની સમીક્ષા શરુ થઇ ગઇ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા ખાસ બેઠક મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર છે. ભાજપ સંગઠનના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યાં.

બનાસકાંઠાની બેઠકને લઈ થઈ સમીક્ષા

ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં 26માંથી 25 બેઠકો ભાજપ જીતી ગયું હતું પણ બનાસકાંઠા બેઠક જીતવામાં અસફળ રહ્યું હતું. ખાસ કરીને બનાસકાંઠા બેઠક પર ભાજપનો કેમ પરાજય થયો તેના કારણોની ઉંડી ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં ભાજપના તમામ સાંસદો, શહેર જીલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો પણ હાજર રહેશે. બેઠકમાં બનાસકાંઠામાં ભાજપની હારના કારણો શું છે. કોણે પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે તે સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી શકે છે. બનાસકાંઠામાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાની પણ ચર્ચા થશે.