Gandhinagar:આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર સહિત રાજ્યભરમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે ઉઠેલું હવાનું ચક્રવાતી પરિભ્રમણ દેશના અનેક રાજ્યોમાં ફેલાયું છે. જેને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. જિલ્લામાં સિઝનની સરેરાશ કરતાં વધુ 102 ટકા જેટલો વરસાદ દહેગામ તાલુકામાં નોંધાઈ ચૂક્યો છે.
થોડા દિવસના વરસાદી વિરામ બાદ ગાંધીનગરના વાતાવરણમાં ફરી પલટો આવે તેવી શક્યતા છે. જેમાં હળવી મેઘગર્જના સાથે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 554 mm એટલે કે 72.22 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જેમાં દહેગામ તાલુકામાં 829 mm સાથે 102 ટકા, માણસા તાલુકામાં 574 mm સાથે 72.47 ટકા, ગાંધીનગર તાલુકામાં 398 mm સાથે 57.27 ટકા જ્યારે કલોલ તાલુકામાં 417 mm સાથે 53.88 ટકા વરસાદ પડયો છે. શહેરમાં વરસાદના વિરામને પગલે ધીરેધીરે તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં 2.7 ડીગ્રીના વધારા સાથે શહેરનું તાપમાન 32.5 ડીગ્રી નોંધાયું હતુ. જ્યારે લઘુત્તમ તાપમાન 24.8 ડીગ્રી નોંધાયો હતો. શહેરના વાતાવરણમાં આજે સવારે ભેજનું પ્રમાણ 84 ટકા જ્યારે સાંજે 65 ટકા રહ્યું હતું.
What's Your Reaction?






