Gandhinagar: હિન્દી અન્ય ભાષાની હરીફ નહી પરંતુ મિત્ર છે : અમિત શાહ

Sep 15, 2025 - 05:30
Gandhinagar: હિન્દી અન્ય ભાષાની હરીફ નહી પરંતુ મિત્ર છે : અમિત શાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિન્દી અન્ય ભાષાની હરીફ નહી પરંતુ મિત્ર છે, આ શબ્દો છે, કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના. તેઓ આજરોજ હિન્દી દિવસ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોજાયેલ પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઉમેર્યુ હતુકે, અખિલ ભારતીય રાજભાષા સમેલન અગાઉ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતુ હતં. પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે તેના પરિણામે છેલ્લા 5 વર્ષથી આ કાર્યક્રમ દેશના વિવિધ ભાગોમાં યોજાઇ રહ્યો છે.

પરિણામે આપણને રાજભાષા અને દેશની અન્ય ભાષાઓ વચ્ચે સંચાર વધારવાની ખુબજ સારી તક મળી છે. તેઓએ જણાવ્યુ હતું કે, ગુજરાતના વિદ્વાનોએ શરૂઆતથી જ હિન્દી ભાષાને સ્વીકારી તેનો પ્રચાર પણ કર્યો છે. ગુજરાતમાં ગુજરાતી અને હિન્દીનું સહઅસ્તિત્વ રહ્યુ છે. જેના કારણે ગુજરાતી બાળકોની પહોંચ રાષ્ટ્રિય સ્તરે ઘણી વધી છે. હિન્દી બોલચાલ અને વહિવટની સાથે વિજ્ઞાન, ટેકનોલોજી અને ન્યાયની ભાષા પણ હોવી જોઇએ.

સારથીનો ઉલ્લેખ કરતા જણાવ્યુકે, આ એક અનુવાદ પ્રણાલી છે. જેના થકી હિન્દી ભાષામાંથી ભારતની બધી માન્ય ભાષાઓમાં સરળતાથી અનુવાદ કરી શકાય છે. આ પ્રણાલીના માધ્યમથી દેશના કોઇપણ રાજ્યમાંથી કરવામાં આવેલા પત્રવ્યવહારનો પ્રત્યુત્તર કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા તેમની સ્થાનિક ભાષામાં આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીજી જાણતા હતા કે, જ્યાં સુધી ભાષા મજબુત ન હોય ત્યાં સુધી કોઇપણ સમાજ દુન્યા સામે માથુ ઉંચુ રાખીને ટકી શકતો નથી. તેઓએ દેશભરના વાલીઓને જણાવ્યુ હતુકે, બાળકો સાથે માતૃભાષામાં વાતચીત કરી અને તેમને માતૃભાષામાં જ બોલતા, લખતા અને વાંચતા શિખવવુ, બપાળક પોતાની ભાષામાં વાંચે, વિચારે, બોલે અને વિશ્લેષણ કરે તર્ક સુધારે અને પોતાની ભાષામાં નિર્ણયો લે તો તેની ક્ષમતા 30 ટકા જેટલી વધી જાય છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, ભાષા કોઇપણ હોય અભિવ્યક્તિ સાથે તે સંસ્કૃતિનું પણ અભિન્ન અંગ છે. ગૃહમંત્રીના હસ્તે રાજભાષા વિભાગ દ્વારા ભારતીય ભાષા અનુભાગ માટે તૈયાર કરાયેલા બહુભાષી અનુવાદ સોફ્ટવેરનું તથા ડિઝીટલ હિન્દી શબ્દકોશ હિનમ્દી શબ્દ સિંધુના ઉન્નત સંસ્કરણના સાત લાખ શબ્દો સાથેના નવારૂપનું લોકાર્પણ પણ કરવામાં આવ્યુ હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0