Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ, આવતીકાલે 5 એપ્રિલથી ભાજપનું 'ઘર ઘર સંપર્ક' અભિયાન,

Apr 4, 2026 - 22:00
Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ, આવતીકાલે 5 એપ્રિલથી ભાજપનું 'ઘર ઘર સંપર્ક' અભિયાન,

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપી દીધો છે. જે અંતર્ગત આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચારનો પ્રારંભ કરવામાં આવશે. પક્ષ દ્વારા આ ચૂંટણીમાં 'ઘર ઘર સંપર્ક' અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

પત્રિકાઓ દ્વારા સિદ્ધિઓનું ભાથું પીરસાશે

આ પ્રચાર અભિયાન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ દરેક ઘરની મુલાકાત લેશે. લોકસંપર્ક દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા જનહિતના કામો અને વિકાસની ગાથા વર્ણવતી વિશેષ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે. આ પત્રિકાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને વિકાસના કામોની વિગતો દર્શાવવામાં આવી છે, જેનો હેતુ મતદારોને રિઝવવાનો છે.

બૂથ સ્તરે મજબૂત આયોજન

ચૂંટણી જીતવા માટે ભાજપે 'પેજ સમિતિ' અને 'બૂથ મેનેજમેન્ટ' પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દરેક બૂથ દીઠ કાર્યકર્તાઓને ચોક્કસ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. ઉચ્ચ નેતૃત્વ દ્વારા સૂચના અપાઈ છે કે કોઈ પણ ઘર સંપર્ક વિના બાકી ન રહે. સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે ધારાસભ્યો અને સાંસદો પણ આ લોકસંપર્ક અભિયાનમાં જોડાશે. વિરોધ પક્ષો સામે લીડ મેળવવા માટે ભાજપે આ વખતે આક્રમક પ્રચારની તૈયારીઓ કરી લીધી છે.


આ પણ વાંચો----     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0