Gandhinagar : સેક્ટર-28 GIDCના ગોડાઉનમાં પોલીસની રેઈડ, 37 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 81 પેટીઓ જપ્ત

Apr 8, 2026 - 22:30
Gandhinagar : સેક્ટર-28 GIDCના ગોડાઉનમાં પોલીસની રેઈડ, 37 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 81 પેટીઓ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના પાટનગરમાં દારૂબંધીના અમલ વચ્ચે અસામાજિક તત્વો દ્વારા દારૂનો સંગ્રહ કરવાના પેંતરાને ગાંધીનગર SOG એ નિષ્ફળ બનાવ્યો છે. સેક્ટર-28માં આવેલી GIDCના એક ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દરોડા દરમિયાન 972 બોટલો મળી આવી

SOG પોલીસની ટીમે જ્યારે સેક્ટર-28 GIDCના શંકાસ્પદ ગોડાઉનમાં તપાસ હાથ ધરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 81 પેટીઓ મળી આવી હતી. પોલીસ ગણતરી કરતા આ જથ્થામાંથી કુલ 972 બોટલો મળી હતી. પકડાયેલા આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે ₹37,75,320 જેટલી થવા જાય છે.

પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ

પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગોડાઉન કોનું છે અને આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પાટનગરના ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારે ગોડાઉન ભાડે રાખીને ચાલતા દારૂના કાળા કારોબારનો પર્દાફાશ થતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


આ પણ વાંચો----      Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0