Gandhinagar: રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના પ્રથમ દિવસે 32.45 લાખ કરોડનું રોકાણ થયું
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ રહી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટની શરૂઆત કરાવી હતી. ગઈકાલે પ્રથમ દિવસે આ સમિટમાં 32.45 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે સમિટનો બીજો દિવસ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ સમિટમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, પ્રથમ વખત સમિટનું આયોજન દિલ્હી બહાર થયું છે. ગુજરાતમાં આયોજીત સમિટ ખૂબ સફળ જઇ રહી છે. ગઇકાલે 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયુ છે. આ સમિટમાં જર્મની અને ડેન્માર્કનું મોટું ડેલિગેશન આવ્યું છે. રિન્યુએબલ એનર્જી મોડેલ દેશભરમાં લાગુ થઇ રહ્યું છે. 500 B2B બેઠક, 60 B2G બેઠકનું આયોજન થયું છે. 7 હજરથી વધુ રજિસ્ટર્ડ વિઝીટર આવ્યા હતા. ગુજરાત ઊર્જા મંત્રી કનુભાઇ પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓફશોર, ગ્રીન હાઈડ્રોજન સહીત 4 સેશન ગુજરાતે કર્યા છે. ગુજરાત 30 ગીગાવોટ રીન્યુએબલ એનર્જી પેદા કરે છે. હવે 70 ગીગાવોટ વીજળી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સોલાર રૂફટોપમાં 50 ટકા ઇન્સ્ટોલેશન થયું છે. સોલાર રૂફટોપમાં 10 લાખ ઘરોનું લક્ષ્યાંક છે. રાજ્યમાં 3.25 લાખ કરોડના રોકાણની જાહેરાત થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં તેમણે બદલતા ભારતની તસ્વીર રજૂ કરી હતી. ગત મંત્રી મંડળમાં કોલસા વિભાગના મંત્રી પ્રહલાદ જોશી હાલમાં રીન્યુએબલ એનર્જી મંત્રી બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, શ્વેત ક્રાંતિ અને મધ ક્રાંતિની ભૂમિ ગુજરાતમાં ઊર્જા ક્રાંતિના મંડાણ થયા છે. ભારતમાં 700 મિલિયન ઘર બનાવવાનો લક્ષ્યાંક રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, રિ ઇન્વેસ્ટ કોન્ફરન્સની ચોથી એડિશન છે. માનવતાની ભાવના આપણે એકબીજા પાસેથી શીખી શકીએ છીએ. આ સરકારને ભારતની પ્રજાએ ત્રીજી ટર્મ આપી છે. આ સેક્ટરમાં 10 વર્ષમાં જે પાંખ લાગી છે. એ હવે નવી ઊડાન ભરશે. 140 કરોડ ભારતીયોએ ભારતને ત્રીજી ઇકોનોમી બનાવવાનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત 2047 બનાવવાનો છે. એ પૈકીનો હિસ્સો આ ઇવેન્ટ છે. અમે ભારતમાં 700 મિલિયન ઘર બનાવી રહ્યા છીએ. દુનિયાના કેટલાય દેશોની વસ્તી કરતા આ ઘરની સંખ્યા વધારે છે. 4 કરોડ ઘર બનાવી લીધા છે અને બાકીના 3 કરોડ ઘર બનાવવાની શરૂઆત કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ રહી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટની શરૂઆત કરાવી હતી. ગઈકાલે પ્રથમ દિવસે આ સમિટમાં 32.45 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
આજે સમિટનો બીજો દિવસ
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ સમિટમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, પ્રથમ વખત સમિટનું આયોજન દિલ્હી બહાર થયું છે. ગુજરાતમાં આયોજીત સમિટ ખૂબ સફળ જઇ રહી છે. ગઇકાલે 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયુ છે. આ સમિટમાં જર્મની અને ડેન્માર્કનું મોટું ડેલિગેશન આવ્યું છે. રિન્યુએબલ એનર્જી મોડેલ દેશભરમાં લાગુ થઇ રહ્યું છે. 500 B2B બેઠક, 60 B2G બેઠકનું આયોજન થયું છે. 7 હજરથી વધુ રજિસ્ટર્ડ વિઝીટર આવ્યા હતા.
ગુજરાત ઊર્જા મંત્રી કનુભાઇ પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓફશોર, ગ્રીન હાઈડ્રોજન સહીત 4 સેશન ગુજરાતે કર્યા છે. ગુજરાત 30 ગીગાવોટ રીન્યુએબલ એનર્જી પેદા કરે છે. હવે 70 ગીગાવોટ વીજળી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સોલાર રૂફટોપમાં 50 ટકા ઇન્સ્ટોલેશન થયું છે. સોલાર રૂફટોપમાં 10 લાખ ઘરોનું લક્ષ્યાંક છે. રાજ્યમાં 3.25 લાખ કરોડના રોકાણની જાહેરાત થઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં તેમણે બદલતા ભારતની તસ્વીર રજૂ કરી હતી. ગત મંત્રી મંડળમાં કોલસા વિભાગના મંત્રી પ્રહલાદ જોશી હાલમાં રીન્યુએબલ એનર્જી મંત્રી બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, શ્વેત ક્રાંતિ અને મધ ક્રાંતિની ભૂમિ ગુજરાતમાં ઊર્જા ક્રાંતિના મંડાણ થયા છે.
ભારતમાં 700 મિલિયન ઘર બનાવવાનો લક્ષ્યાંક
રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, રિ ઇન્વેસ્ટ કોન્ફરન્સની ચોથી એડિશન છે. માનવતાની ભાવના આપણે એકબીજા પાસેથી શીખી શકીએ છીએ. આ સરકારને ભારતની પ્રજાએ ત્રીજી ટર્મ આપી છે. આ સેક્ટરમાં 10 વર્ષમાં જે પાંખ લાગી છે. એ હવે નવી ઊડાન ભરશે. 140 કરોડ ભારતીયોએ ભારતને ત્રીજી ઇકોનોમી બનાવવાનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત 2047 બનાવવાનો છે. એ પૈકીનો હિસ્સો આ ઇવેન્ટ છે. અમે ભારતમાં 700 મિલિયન ઘર બનાવી રહ્યા છીએ. દુનિયાના કેટલાય દેશોની વસ્તી કરતા આ ઘરની સંખ્યા વધારે છે. 4 કરોડ ઘર બનાવી લીધા છે અને બાકીના 3 કરોડ ઘર બનાવવાની શરૂઆત કરી છે.