Gandhinagar : નકલી દવાના કાળા કારોબાર પર સર્જિકલ સ્ટ્રાઈક, અમદાવાદ, વડોદરા અને ભરૂચમાંથી 1.21 કરોડનો જથ્થો ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દવાના માફિયાઓ વિરુદ્ધ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) એ લાલ આંખ કરી છે. ગાંધીનગરથી મળેલી સૂચના બાદ અમદાવાદ, વડોદરા અને ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ ₹1.21 કરોડની કિંમતનો નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દ્વારા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે.
કોડીન સિરપનો 76.51 લાખનો જથ્થો પ્રોહિબિટ
તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારો ખુલાસો નશાકારક 'કોડીન સિરપ' (Codeine Syrup) ને લઈને થયો છે. દરોડા દરમિયાન ₹76.51 લાખની કિંમતની કોડીન સિરપની બોટલો મળી આવી હતી, જેનો જથ્થો પ્રોહિબિટ કરવામાં આવ્યો છે. આ સિરપનો ઉપયોગ દવાની આડમાં નશા માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં ફેલાયેલા આ નેટવર્કમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે તપાસ તેજ કરવામાં આવી છે.
દવાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલી દવાઓ પરવાના વગર અને નિયત ધોરણોનું ઉલ્લંઘન કરીને વેચવામાં આવતી હતી. આ દવાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. તંત્રએ આ તમામ જથ્થો સીલ કરી દીધો છે અને જવાબદાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આટલી મોટી માત્રામાં નકલી દવાઓ પકડાતા ફાર્મા બજારમાં ખળભળાટ મચી ગયો છે. સરકાર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે લોકોના જીવ જોખમમાં મૂકનાર કોઈ પણ તત્વોને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો---- Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

