Gandhinagar : ધણપની હોટેલમાં ખોળામાં માથું મૂકીને પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપ્યું, બાદમાં પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધણપ ગામે એક રૂંવાડા ઊભા કરી દે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશ થી ભાગીને ગુજરાત આવેલા એક પ્રેમી યુગલનો કરુણ અંજામ આવ્યો છે. ધણપ ગામની એક હોટેલના રૂમમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાના ખોળામાં માથું મૂકીને તિક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રેમિકાના મોતના ઘાટ ઉતાર્યા બાદ પ્રેમી યુવકે પણ પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને અત્યારે ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રેમી યુગલ મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવ્યું
મળતી વિગતો મુજબ, આ પ્રેમી યુગલ મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવ્યું હતું. આ યુગલને શોધવા માટે એમપી પોલીસ અને યુવતીના માતા-પિતા પણ ગુજરાત આવ્યા હતા. લાંબી શોધખોળ બાદ બંને મળી આવતા, પરિવાર અને પોલીસ તેમને પરત એમપી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રિ રોકાણ માટે તેઓએ ગાંધીનગરના ધણપ ગામની એક હોટેલમાં આશરો લીધો હતો.
પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાખી
પરંતુ, મનમાં સતત એકબીજાથી અલગ થઈ જવાનો અને સાથે નહીં રહી શકવાનો ડર પ્રેમી યુવકને સતાવી રહ્યો હતો. આ જ ડરના કારણે મોડી રાત્રે જ્યારે પરિવાર ઊંઘતો હતો, ત્યારે ભયાનક પગલું ભરતા પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાખી અને બાદમાં પોતાની જાતને પણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો. કાતિલ પ્રેમી સામે ગુનો
ઘટનાની જાણ થતાં જ ચિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવતીના શવને પીએમ માટે મોકલી આપ્યો છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કાતિલ પ્રેમી સામે ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે. આ ભયાનક ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો--- Gujarat Latest News Live: SMCના દરોડા બાદ ચોટીલાના PI, PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

