Gandhinagar : જો ચાલુ પરીક્ષાએ સ્કૂલમાં બોમ્બની ધમકી મળે તો શું કરવું ? રણનીતિ તૈયાર કરવા રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરીની આજે ખાસ બેઠક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના વિવિધ શહેરોમાં કેટલીક સ્કૂલોને બોમ્બની ધમકી ભરેલા ઈ-મેઈલ પ્રાપ્ત થયા છે, જેના પગલે રાજ્ય સરકાર ગંભીર બની છે. સ્કૂલોમાં વારંવાર મળી રહેલા ધમકીભર્યા ઇમેઇલના કારણે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને આગામી બોર્ડ પરીક્ષાઓ સમયે જો આ પ્રકારની બોમ્બની ધમકીના ઇમેઇલ આવે તો શું કરવું તે બાબતે ચર્ચા કરવા આજે પ્રિન્સિપાલ સેક્રેટરીની CP, કલેક્ટર તથા શિક્ષણાધીકારી તથા SP સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઇ રહી છે.
રાજ્ય ના પ્રિન્સિપાલ સેક્રેટરી સાથે વીડિયો કોન્ફરન્સ
આજે રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર આ બાબતે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, ડીઈઓ અને પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજી રહ્યા છે.
બોર્ડ પરીક્ષાની સુરક્ષા અને મહત્વપૂર્ણ ચર્ચા
વિશેષરૂપે, આવી ધમકીઓનો સીધી અસર બોર્ડની પરીક્ષાઓ પર પડી શકે છે. આજની બેઠકમાં આ મુદ્દે ગહનતાથી ચર્ચા થવાની શક્યતા છે. ચાલુ પરીક્ષાઓમાં જો ધમકી મળે તો શું કરવું તે બાબતે ચર્ચા કરવામાં આવશે. કાયદો-સુરક્ષા માટે સંયુક્ત કામગીરી
વીડયો કોન્ફરન્સની મુખ્ય ચર્ચા કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં પર કેન્દ્રિત હશે. કેવી રીતે રાજ્યના શાળાઓને સલામત રાખી વિદ્યાર્થીઓને સુરક્ષિત પરીક્ષા માહોલ પ્રદાન કરી શકાય તે બાબતે ખાસ ચર્ચા કરાશે.
આ પણ વાંચો---- Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

