Gandhinagar: જુના પહાડીયા ગામ વેચવા મુદ્દે મોટી કાર્યવાહી, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ગાંધીનગર પોલીસે મુખ્ય આરોપી જયેન્દ્ર ઝાલા, વિનોદ ઝાલાની કરી ધરપકડગામ ખરીદનાર જસદણનો રહેવાસી અલ્પેશ હીરપરા વોન્ટેડ જહેર પોલીસ સ્ટેશનમાં કુલ 7 લોકો સામે નોંધાઈ ફરિયાદ ગાંધીનગરના દહેગામ તાલુકાના જુના પહાડીયા ગામ વેચવા મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલમાં ગાંધીનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસે મુખ્ય આરોપી જયેન્દ્ર ઝાલા, વિનોદ ઝાલાની ધરપકડ કરી છે. જમીન વેચનાર અને જમીન ખરીદનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ તમને જણાવી દઈએ કે દહેગામના જૂના પહાડિયા ગામમાં ખોટા દસ્તાવોજો કરી આખુ ગામ બારોબાર વેચવામાં આવ્યું હતુ અને હાલમાં ગામ ખરીદનાર અલ્પેશ હીરપરા વોન્ટેડ જાહેર કરાયો છે. ગામ ખરીદનાર અલ્પેશ હીરપરા જસદણનો રહેવાસી છે. હાલમાં તો જમીન વેચનાર અને જમીન ખરીદનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ સ્ટેશનમાં કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનું પણ સામે આવ્યું ઉલ્લેખનીય છે કે આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી સમગ્ર ષડયંત્ર રચ્યુ અને આખુ ગામ બારોબાર વેચી માર્યુ હતું. આ સાથે જ આરોપીઓએ દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ સબ રજિસ્ટ્રાર કચેરીને અંધારામાં રાખીને દસ્તાવેજ કર્યા છે અને દસ્તાવેજના સ્થળ અને સ્થિતિના વર્ણનમાં ખુલ્લી જમીન દર્શાવી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ છે પોલીસ ફરિયાદ આ સિવાય સબ રજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરનાર સામે પણ ગુનો નોંધાયો છે. જમીનનો દસ્તાવેજ કરવા માટે સબ રજીસ્ટ્રારને ખુલ્લી જમીન બતાવીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને જમીનનો દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલો ધ્યાને આવ્યા બાદ હવે આખરે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ઉલ્લેખનીય છે કે દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો બારોબાર જ સોદો કરવામાં આવ્યો હતો અને જે સર્વે નંબરમાં સમગ્ર ગામ વસ્યુ છે તેને વેચી મારવામાં આવતા ગ્રામજનો અચાનક ભડક્યા હતા અને આક્રોશે ભરાયા હતા. ત્યારે ભડકેલા ગ્રામજનોએ દહેગામ મામલતદાર ઓફિસ ખાતે રેલી સ્વરૂપે સુત્રોચાર કરીને મામલતદાર અને સબ રજીસ્ટારને આવેદનપત્ર આપ્યું હતું અને દસ્તાવેજ રદ કરવાની માગણી કરી હતી. ત્યારે હવે દહેગામ મામલતદાર સહિતનું તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને આ મામલાને લઈને તપાસમાં લાગ્યુ છે.

Gandhinagar: જુના પહાડીયા ગામ વેચવા મુદ્દે મોટી કાર્યવાહી, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગર પોલીસે મુખ્ય આરોપી જયેન્દ્ર ઝાલા, વિનોદ ઝાલાની કરી ધરપકડ
  • ગામ ખરીદનાર જસદણનો રહેવાસી અલ્પેશ હીરપરા વોન્ટેડ જહેર
  • પોલીસ સ્ટેશનમાં કુલ 7 લોકો સામે નોંધાઈ ફરિયાદ

ગાંધીનગરના દહેગામ તાલુકાના જુના પહાડીયા ગામ વેચવા મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલમાં ગાંધીનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસે મુખ્ય આરોપી જયેન્દ્ર ઝાલા, વિનોદ ઝાલાની ધરપકડ કરી છે.

જમીન વેચનાર અને જમીન ખરીદનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ

તમને જણાવી દઈએ કે દહેગામના જૂના પહાડિયા ગામમાં ખોટા દસ્તાવોજો કરી આખુ ગામ બારોબાર વેચવામાં આવ્યું હતુ અને હાલમાં ગામ ખરીદનાર અલ્પેશ હીરપરા વોન્ટેડ જાહેર કરાયો છે. ગામ ખરીદનાર અલ્પેશ હીરપરા જસદણનો રહેવાસી છે. હાલમાં તો જમીન વેચનાર અને જમીન ખરીદનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ સ્ટેશનમાં કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓએ દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનું પણ સામે આવ્યું

ઉલ્લેખનીય છે કે આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી સમગ્ર ષડયંત્ર રચ્યુ અને આખુ ગામ બારોબાર વેચી માર્યુ હતું. આ સાથે જ આરોપીઓએ દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ સબ રજિસ્ટ્રાર કચેરીને અંધારામાં રાખીને દસ્તાવેજ કર્યા છે અને દસ્તાવેજના સ્થળ અને સ્થિતિના વર્ણનમાં ખુલ્લી જમીન દર્શાવી હતી.

રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ છે પોલીસ ફરિયાદ

આ સિવાય સબ રજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરનાર સામે પણ ગુનો નોંધાયો છે. જમીનનો દસ્તાવેજ કરવા માટે સબ રજીસ્ટ્રારને ખુલ્લી જમીન બતાવીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને જમીનનો દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલો ધ્યાને આવ્યા બાદ હવે આખરે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ઉલ્લેખનીય છે કે દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો બારોબાર જ સોદો કરવામાં આવ્યો હતો અને જે સર્વે નંબરમાં સમગ્ર ગામ વસ્યુ છે તેને વેચી મારવામાં આવતા ગ્રામજનો અચાનક ભડક્યા હતા અને આક્રોશે ભરાયા હતા. ત્યારે ભડકેલા ગ્રામજનોએ દહેગામ મામલતદાર ઓફિસ ખાતે રેલી સ્વરૂપે સુત્રોચાર કરીને મામલતદાર અને સબ રજીસ્ટારને આવેદનપત્ર આપ્યું હતું અને દસ્તાવેજ રદ કરવાની માગણી કરી હતી. ત્યારે હવે દહેગામ મામલતદાર સહિતનું તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને આ મામલાને લઈને તપાસમાં લાગ્યુ છે.