Gandhinagar News : સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગ “Winter Bliss”નું ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વિમોચન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન એવા અનોખી પહેલ “Winter Bliss” પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગનું આજે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વિમોચન કર્યું હતું.
“Winter Bliss” શું છે?
“Winter Bliss” ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવાયેલ પરંપરાગત શિયાળાના પૌષ્ટિક ઉત્પાદનોનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલના માધ્યમથી સ્વ સહાય જૂથની બહેનોની આવકમાં વધારો, તેમના ઉત્પાદનોને બજારમાં સીધી પહોંચ અને ઉદ્યોગ સાહસિકતાનું મજબૂત પ્લેટફોર્મ મળે છે. આ હેમ્પરમાં શિયાળામાં પરંપરાગત રીતે બનાવાતી 14 પૌષ્ટિક વસ્તુઓને સ્વચ્છતા, શુદ્ધતા અને આધુનિક પેકેજિંગ સાથે રજૂ કરવામાં આવી છે.જેમાં 24 જિલ્લાના કુલ 40 સખી મંડળો આ ઉત્પાદનોના ઉત્પાદન અને પેકેજિંગમાં સક્રિય છે. તમામ વસ્તુઓ મહિલાઓ દ્વારા હાથ બનાવટની, શુદ્ધ અને પરંપરાગત રેસીપી પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. આ પહેલ સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરે છે.
પ્રીમિયમ કોમ્બો હેમ્પર્સ
આકર્ષક પેકેજિંગમાં ઉપલબ્ધ આ કોમ્બોમાં પસંદગીના ઉત્પાદનોને એકસાથે મિક્સ કરીને આકર્ષક પેકેજિંગમાં આપવામાં આવે છે. આ તમામ હેમ્પર્સ FSSAI પ્રમાણિત, સ્વચ્છ ઉત્પાદન અને આકર્ષક પેકેજિંગ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ કિમતના કોમ્બો ઉપલબ્ધ છે.
1) Nutrinest – ₹2499
જેમાં ખજૂર પાક, મેથી લાડુ, અડદિયા, ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ અને કાળા તલ કચરિયા સામેલ છે.
2) Healthy Bites – ₹1699
જેમાં ખજૂર પાક, મેથી લાડુ, અડદિયા અને ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ સામેલ છે.
3) Rooted Joy – ₹1499
જેમાં ડ્રાય ફ્રૂટ કોકોનટ લાડુ, મેથી લાડુ, અડદિયા અને ગુંદર લાડુ સામેલ છે. યોજનાનો હેતુ અને અપેક્ષિત પરિણામ
અ) મહિલાઓનું સશક્તિકરણ: સ્વ સહાય જૂથોની બહેનોની આવકમાં વધારો, Seasonal ઉત્પાદનોની રાજ્ય સ્તરેથી રાષ્ટ્રીય બજાર સુધી પહોંચ, મહિલા આધારિત ઉદ્યોગો માટે ટકાઉ આજીવિકાનિર્માણ માટેની કડી વિકસાવવી
બ) પરંપરાગત પૌષ્ટિકતાનો પ્રચાર: શિયાળામાં ગુજરાતની પરંપરાગત રેસીપીનું રાજ્યસ્તરીય બ્રાન્ડિંગ,શુદ્ધતા, સ્વાસ્થ્ય અને ઘરેલુ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સનો પ્રચાર
ક) ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી આપવી: ખરીદી–ઉત્પાદન–પેકેજિંગ–માર્કેટિંગ સુધીની સંપૂર્ણ મહિલાઓ આધારિત સપ્લાય ચેઇન 40 સખી મંડળો દ્વારા બનાવાયેલ શિયાળાના પરંપરાગત
“Winter Bliss” એ ગુજરાતના 24 જિલ્લાના 40 સખી મંડળો દ્વારા બનાવાયેલ શિયાળાના પરંપરાગત 14 ઉત્પાદનો સાથેનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલ ગ્રામ્ય મહિલા ઓની આજીવિકા વધારવા, તેમના ઉત્પાદનોને રાજ્યસ્તરેથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા અને પરંપરાગત ગુજરાતી પૌષ્ટિકતાને આધુનિક રીતે રજૂ કરવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પ્રસંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે,ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર સુધીર કે. પટેલ સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પણ વાંચો : Kutch News : મુન્દ્રાના ધ્રબ ગામ નજીક GIDCના ગોડાઉનમાંથી 1 કરોડ કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

