Gandhinagar News : શિષ્યવૃત્તિ પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે આચાર્યએ ફરજ બજાવવી પડશે

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની ગાઈડલાઈન જાહેર શિષ્યવૃત્તિ પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે આચાર્ય ફરજ બજાવવી પડશે અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની ગાઇડલાઇન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જાહેર કરી છે, જેમાં જણાવ્યા પ્રમાણે શિષ્યવૃત્તિ પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે શાળાના આચાર્યે ફરજ બજાવવાની રહેશે. અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહિ. ઉપરાંત સ્થળ સંચાલકના નજીકનાં કોઈ સગાં આ પરીક્ષામાં ઉપસ્થિત થનારા નથી. તે શરતે નિમણૂક સોંપવામાં આવે છે.પરીક્ષા સ્થળની ભૌતિક અને માનવીય સવલતોની સંપૂર્ણ ચકાસણી પણ કરવાની જવાબદારી સોંપાઈ છે. પરીક્ષાની હોલ ટિકીટ જાહેર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તથા ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ 28 એપ્રિલને રવિવારે સવારે 10:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી યોજવામાં આવશે આ બંને પરીક્ષા માટેની હોલ ટિકિટ www.scbxam.org વેબસાઈટ પરથી 20 એપ્રિલને બપોરના ત્રણ કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરવાની રહેશે જેની તમામ સંબંધિત શાળાઓ તથા વિદ્યાર્થીઓને જાણ કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શાસનાધિકારીઓને જણાવાયું છે. હોલ ટિકિટ પર વિદ્યાર્થીની સહી કરાવી વિદ્યાર્થી નો ફોટો ચોંટાડી તેના પર આચાર્યએ સહી સિક્કા અચૂક કરવાના રહેશે. ઓનલાઇન અરજી સરકારની સત્તાવાર યાદી મુજબ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ 2023-24માં મંત્રાલય દ્વારા પસંદ કરાયેલા શાળા-સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ 9 અને ધોરણ 11ના અન્ય પછાત વર્ગ (OBC) આર્થિક રીતે પછાત વર્ગ (EBC)અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પરીક્ષા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ વિગતો કેવી રીતે ભરવી વધુમાં કોઈપણ વિદ્યાર્થીઓ દ્વારા આ યોજના હેઠળ પરીક્ષા આપવા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ પ્રમાણે જ બધી વિગતો ભરવાની રહેશે. જો આધાર કાર્ડ પ્રમાણે વિગત ભરેલ નહી હોય અને કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે. તેમ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Gandhinagar News : શિષ્યવૃત્તિ પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે આચાર્યએ ફરજ બજાવવી પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની ગાઈડલાઈન જાહેર
  • શિષ્યવૃત્તિ પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે આચાર્ય ફરજ બજાવવી પડશે
  • અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની ગાઇડલાઇન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જાહેર કરી છે, જેમાં જણાવ્યા પ્રમાણે શિષ્યવૃત્તિ પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે શાળાના આચાર્યે ફરજ બજાવવાની રહેશે. અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહિ. ઉપરાંત સ્થળ સંચાલકના નજીકનાં કોઈ સગાં આ પરીક્ષામાં ઉપસ્થિત થનારા નથી. તે શરતે નિમણૂક સોંપવામાં આવે છે.પરીક્ષા સ્થળની ભૌતિક અને માનવીય સવલતોની સંપૂર્ણ ચકાસણી પણ કરવાની જવાબદારી સોંપાઈ છે.

પરીક્ષાની હોલ ટિકીટ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તથા ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ 28 એપ્રિલને રવિવારે સવારે 10:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી યોજવામાં આવશે આ બંને પરીક્ષા માટેની હોલ ટિકિટ www.scbxam.org વેબસાઈટ પરથી 20 એપ્રિલને બપોરના ત્રણ કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરવાની રહેશે જેની તમામ સંબંધિત શાળાઓ તથા વિદ્યાર્થીઓને જાણ કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શાસનાધિકારીઓને જણાવાયું છે. હોલ ટિકિટ પર વિદ્યાર્થીની સહી કરાવી વિદ્યાર્થી નો ફોટો ચોંટાડી તેના પર આચાર્યએ સહી સિક્કા અચૂક કરવાના રહેશે.

ઓનલાઇન અરજી

સરકારની સત્તાવાર યાદી મુજબ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ 2023-24માં મંત્રાલય દ્વારા પસંદ કરાયેલા શાળા-સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ 9 અને ધોરણ 11ના અન્ય પછાત વર્ગ (OBC) આર્થિક રીતે પછાત વર્ગ (EBC)અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પરીક્ષા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓ વિગતો કેવી રીતે ભરવી

વધુમાં કોઈપણ વિદ્યાર્થીઓ દ્વારા આ યોજના હેઠળ પરીક્ષા આપવા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ પ્રમાણે જ બધી વિગતો ભરવાની રહેશે. જો આધાર કાર્ડ પ્રમાણે વિગત ભરેલ નહી હોય અને કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે. તેમ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.