Gandhinagar News: રાજ્યમાં 6 લાખથી વધુ HPV રસીકરણ કરાયું, 14 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી અપાશે

Sep 9, 2026 - 10:30
Gandhinagar News: રાજ્યમાં 6 લાખથી વધુ HPV રસીકરણ કરાયું, 14 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર રાજ્યની દિકરીઓના સુદૃઢ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.સ્ત્રીઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે કિશોરીઓને સુરક્ષિત રાખવા માટે ગત 4 સપ્ટેમ્બર 2026 સુધીમાં રાજ્યભરની 6 લાખથી પણ વધુ દીકરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ-HPV રસીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.

તમામ કિશોરીઓને HPV રસી આપવામાં આવશે

તેમણે ઉમેર્યું હતું કે,વડાપ્રધાન મોદીના રાષ્ટ્રવ્યાપી સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે HPV રસીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર કામગીરી કરી છે. ગુજરાતની નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વધુ 2,72,000 HPV રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે.આ અભિયાન હેઠળ આગામી 31 ડિસેમ્બર 2026 સુધીમાં દર મહિને 14 વર્ષ પૂર્ણ કરતી તમામ કિશોરીઓને HPV રસી આપવામાં આવશે. 

આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી

મંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે,આ સેવા તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો,જિલ્લા અને પેટા-જિલ્લા હોસ્પિટલો તેમજ તમામ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.રાજ્યમાં આટલા વિશાળ સ્તરે રસીકરણ પૂર્ણ થયું હોવા છતાં આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી.જે આ રસીની ગુણવત્તા સલામતી અને અસરકારકતાની સાબિતી આપે છે. આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ વાલીઓને અપીલ કરી હતી કે,તેઓ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના 14 વર્ષની દીકરીઓને નિરોગી જીવન માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને કેન્સર સામેનું આ સુરક્ષા કવચ અવશ્ય અપાવે.

આ પણ વાંચોઃ Ahmedabad News: વાહનની નંબર પ્લેટ નહીં હોય અને તેની સાથે ચેડાં કર્યા તો થશે કાર્યવાહી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0