Gandhinagar News: રાજ્ય સરકારે વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું, જાણો કઈ કઈ રજાઓ મળશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027ના વર્ષ માટે સરકારી કચેરીઓ તેમજ બેંકો માટેની જાહેર રજાઓનું સત્તાવાર કૅલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે.સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર,વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓ,બોર્ડ-કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓમાં કુલ 18 જાહેર રજાઓ અમલમાં રહેશે.આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે 38 મરજિયાત રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે.જોકે, કેટલીક જાહેર રજાઓ રવિવાર અને રજાના શનિવારે આવતી હોવાથી કર્મચારીઓને કેટલીક રજાઓ ઓછી મળશે.

બેંકોમાં પણ પહેલી એપ્રિલે વિશેષ રજા જાહેર
રાજ્યમાં કેટલાક મહત્વના તહેવારો બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારના દિવસે આવતા હોવાથી તેને અલગથી જાહેર રજા તરીકે કરવામાં આવ્યા નથી.જેમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ દિન/પતેતી, ઈદ-એ-મિલાદ, દશેરા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, ભાઈબીજ, ગુરુ નાનક જયંતી અને નાતાલ જેવા તહેવારોનો સમાવેશ થાય છે. આ સિવાય સરકારી કર્મચારીઓ પોતાની પર્સનલ ચોઈસ અને ધાર્મિક પ્રસંગો મુજબ વર્ષ દરમિયાન વધુમાં વધુ 2 મરજિયાત રજા ભોગવી શકશે,જે તેમના કેઝ્યુઅલ લીવના ખાતામાં ઉધારવામાં નહીં આવે. બેંકોમાં પણ પહેલી એપ્રિલે વિશેષ રજા જાહેર કરવામાં આવી છે.

કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી
રાજ્ય સરકારે જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ આપવામાં આવી છે.તેમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ, દશેરા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સહિતના તહેવારોનો સમાવેશ થાય છે.બીજા અને ચોથા શનિવારે અથવા રવિવારે આવતી જાહેર રજાઓના બદલામાં અલગથી અન્ય દિવસે રજા આપવામાં આવશે નહીં. મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. આ જાહેરનામું ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારની કચેરીઓ માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Surat News: રશિયન આર્મીમાં જોડાયેલો કતારગામનો પાટીદાર યુવક ચાર મહિનાથી લાપતા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

