Gandhinagar News : રક્ષાબંધને બાળકોએ વૃક્ષને રાખડી બાંધી, પરંપરા અને પર્યાવરણનું સુદૃઢ બંધન

Aug 10, 2025 - 11:30
Gandhinagar News : રક્ષાબંધને બાળકોએ વૃક્ષને રાખડી બાંધી, પરંપરા અને પર્યાવરણનું સુદૃઢ બંધન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારમાં બાળકોઍ વૃક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી. અહિયાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લઇ વૃક્ષોને રાખડી બાંધી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સ્મિત ફોઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખ કહ્યું હતું કે, રક્ષા બંધન ભારતનું એક પાવન તહેવાર છે, જે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાસૂત્રના બંધનનું પ્રતિક છે. બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને તેની લાંબી ઉમર અને સુખમય જીવનની કામના કરે છે.

ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે

આ તહેવાર કુટુંબ અને સંબંધોના સ્નેહને મજબૂત બનાવે છે. પરંતુ આજના સમયમાં જયારે પર્યાવરણની સમસ્યાઓ વધી રહી છે, વૃક્ષોનો વિઘટન, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને કુદરતી આપદાઓ જેવી પરિસ્થિતિ સામે, આવશ્યક છે કે આપણે સમાજને શાશ્વત વિકાસ તરફ દોરે. પરંતુ આજના સમયમાં જયારે પર્યાવરણની સમસ્યાઓ વધી રહી છે, વૃક્ષોનો વિઘટન, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને કુદરતી આપદાઓ જેવી પરિસ્થિતિ સામે, આવશ્યક છે કે આપણે સમાજને શાશ્વત વિકાસ તરફ દોરે.

વૃક્ષો આબોહવાને સંતુલિત રાખે છે અને જીવાદારી માટે અનિવાર્ય છે

વધુમાં ટ્રસ્ટી આનંદ પારેખ કહ્યું કે, સ્મિત ફાઉન્ડેશન દ્વારા એક સુંદર પહેલ હાથ ધરવામાં આવી છે "વૃક્ષા બંધન" રક્ષા બંધનના દિવસે એક અનોખું અને અર્થપૂર્ણ કાર્ય કરીને, બાળકો એ વૃક્ષોને રક્ષાસૂત્ર બાંધે છે, અને તેઓનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રવૃત્તિનું નામ જ " વૃક્ષા બંધન" છે. અને ટ્રસ્ટી ડો. હર્ષ જોશી એ જણાવ્યું કે પ્રકૃતિ સાથે સંકળાયેલ સંબંધ એ વૃક્ષો આપણું જીવન છે. તેઓ ઓક્સિજન આપે છે, આબોહવાને સંતુલિત રાખે છે અને જીવાદારી માટે અનિવાર્ય છે.

તેમને રક્ષાસૂત્ર બાંધવી એટલે કુદરત પ્રત્યેનો સન્માન દર્શાવે છે

ભવિષ્યની પેઢી માટે બાળકો અને યુવાનોને આ કાર્યમાં જોડાયાં હતા અને સામાજિક જાગૃતિ આવે તેથી લોકોમાં વૃક્ષારોપણ માટે જાગૃતિ લાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. રક્ષા બંધન અને વૃક્ષા બંધન બંને તહેવારો જો હાથમાં હાથ આપી ચાલે, તો માનવતા અને કુદરત વચ્ચેનું બંધન વધુ ગાઢ બનશે. આવો આપણે પણ આ વર્ષે રક્ષા બંધન પર એક વૃક્ષને રાખડી બાંધીને તેનું રક્ષણ કરવાનો સંકલ્પ કરીએ અહિયાં ઉપસ્થિત ટ્રસ્ટી જય શાહ અને એડવોકેટ જીતેન શેખાની, રોશની મકવાણા, દિયા બેન ઉપસ્થિત હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0