Gandhinagar News: મનપાના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર, આજે 130 ઉમેદવારોનું ભાવી નક્કી થશે

Oct 11, 2026 - 08:00
Gandhinagar News: મનપાના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર, આજે 130 ઉમેદવારોનું ભાવી નક્કી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.નવરાત્રિ પહેલા જ ગાંધીનગરમાં હાઈ એલર્ટની સ્થિતિ છે.કારણકે પહેલા નોરતે જ ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે રવિવારે મતદાન યોજાનાર છે.કુલ 130 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.જેમાં ભાજપ અને કોંગ્રેસના 44-44 ઉપરાંત આમ આદમી પાર્ટીના 32 અને બસપાના બે તથા 8 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.આ તમામનું ભાવી 2.59 લાખ મતદારોના હાથમાં છે. આજે મતદારો 130 ઉમેદવારોની કિસ્મત નક્કી કરશે. 

દસ દિવસ ઉપરાંત ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો

આજે સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. મતદાન શરૂ કરાવી દેવા માટે 1570 જેટલો પોલિંગ સ્ટાફ મતદાન મથકો ઉપર પહોંચી ગયો હતો. મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 259 મતદાન મથકો છે.તે પૈકી 90 મથકો સંવેદનશીલ છે.આ સંવેદનશીલ બૂથો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રખાશે.ચૂંટણી તંત્ર દ્વારા બૂથો પર ચૂંટણીલક્ષી સામાન રવાના કરી દેવામાં આવ્યો છે.રાજકીય પક્ષોએ પણ બૂથો પર પોતાની ટીમોને ઉતારી દીધી છે.મહાપાલિકાના 2.59 લાખ મતદારોને રીઝવવા માટે દસ દિવસ ઉપરાંત ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો. 

માં અંબાજી કોની ઉપર કૃપાદીક્ષી થાય છે તે જોવાનું રહ્યું

ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા કરાયેલો પ્રચાર મતદાનમાં કેટલો રૂપાંતરિત થાય છે તે જોવાનું રહ્યું.ત્રિપાંખીયો જંગ હોવાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. માં અંબાજી કોની ઉપર કૃપાદીક્ષી થાય છે તે જોવાનું રહ્યું.પ્રચાર પદ્ધતિ શાંત થયા બાદ પણ ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો ચાલુ રખાઈ હતી.છેલ્લી ઘડી સુધી મતદારોને મનાવવા માટેના પ્રયાસો ચાલુ છે.ગત ચૂંટણીમાં 56 ટકા જેટલું મતદાન થયું હતું.આ વખતે મતદાન વધશે તેવું રાજકીય પક્ષોનું કહેવું છે.ઉમેદવારોએ કરેલા પ્રચાર અને પ્રયત્નોની મતદારો ઉપર કેવો પ્રભાવ પડ્યો છે તે કળવું મુશ્કેલ હોય છે. 

આજે મતદાન કરી મતદારો પોતાનો જનાદેશ આપી દેશે

આજે મતદાન કરી મતદારો પોતાનો જનાદેશ આપી દેશે.વર્ષ 2021ની ચૂંટણીમાં કોર્પોરેશનની 44 બેઠકોમાંથી 41 બેઠકો ઉપર ભાજપ,બે બેઠકો ઉપર કોંગ્રેસ જ્યારે એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીત થઈ હતી.જોકે પછીથી કોંગ્રેસમાંથી જીતેલા બંને ઉમેદવારોએ કોંગ્રેસના હાથ છોડીને કમળ પકડી લીધું હતું.આ વખતની ચૂંટણીમાં ભાજપ પુનરાવર્તન, કોંગ્રેસ પરિવર્તન જ્યારે આપ પોતાની બેઠકોમાં વધારો કરવાના નિર્ણય સાથે નીકળ્યા છે.ગાંધીનગર મહાપાલિકામાં દસ વર્ષ ઉપરાંતથી ભાજપનું શાસન છે.ગત ટર્મમાં ભાજપનો 44માંથી 41 સીટો જીતવાનો રેકોર્ડ વધારવાનો પ્રયાસ છે.જ્યારે કોંગ્રેસ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ભાજપની સીટોમાં સેંધ પાડવા ધમપછાડા કરે છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: ક્યારે મળશે મનિષા? પીપળજમાં 7 કલાકથી રેસ્ક્યૂ ચાલુ પણ ભાળ નહીં!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0