Gandhinagar News: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી, 50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન મંત્રીએ રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
11 દવાઓના બનાવટના પરવાના રદ
આ અંગે વધુ વિગતો આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,FDCA દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના પરિણામે ગંભીર ક્ષતિઓ જણાયેલી 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે.રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર,8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત તથા 11 દવાઓના બનાવટના પરવાના રદ કરવામાં આવ્યા છે.લેબોરેટરીની તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે રાજ્યમાં તપાસ કરવામાં આવેલા 42 બ્લડ સ્ટોરેજ સેન્ટર્સ પૈકી 3ને ક્લોઝર ઓર્ડર તથા 12ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં કુલ 588 દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા.
બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહી
નશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે નશાકારક તથા બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતેની પેઢીઓમાં FDCA દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત એસ.ઓ.જી.સાથેની સંયુક્ત તપાસ માં વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS ACT હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના કેસમાં સપ્લાય ચેઈન સુધી તપાસ કરવામાં આવી રહી છે,જે અંતર્ગત J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના વેચાણ અંગે 30થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત
આ કાર્યવાહી દરમિયાન રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત/પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી સપ્લાય ચેઈનનો પર્દાફાશ થયો છે.સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અમદાવાદના ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત ‘આનકી હર્બલ’માંથી રૂ.2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદેસર કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.તેમજ કપડવંજ ધોળીકૂઇ ખાતે બાવીશી દવાખાનામાંથી નાના બાળકો માટે રતવાની દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું હતું જ્યાંથી 66400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં 6071 કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો જપ્ત
ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલ સઘન ઝુંબેશ હેઠળ કુલ 2238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસણી કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્યચીજોના 2591જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા.આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએ પાડવામાં આવેલ દરોડામાં તેલ,મરચા પાઉડર અને દૂધ સહિતની શંકાસ્પદ ખાદ્યચીજનો કુલ 42988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જેની અંદાજિત કિંમત રૂ.93,47,13 જેટલી થાય છે.રાજ્યના વિવિધ સ્થળોએ હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત પાટણમાં 14709 કિગ્રા તેલ અને 6495 કિગ્રા ખાદ્ય તેલ ,કામરેજ -સુરતમાં 5157 કિગ્રા ઘી, જામનગરમાં 7138 કિગ્રા દૂધ તેમજ ડીસા- બનાસકાંઠામાં 6071 કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું
રાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા તથા ગુણવત્તા સુનિશ્ચિત કરવા 1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું.જેમાં ક્ષતિઓ જણાતા ૩૦૬ એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી હતી અને ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ્દ કરવા જેવી કડક કાર્યવાહી કરાઈ હતી.આ ઉપરાંત,ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ અને ઉપયોગ સામે 3078 પેઢીઓની તપાસ કરી 145 શંકાસ્પદ નમૂના લેવાયા હતા અને રૂ.7,54,386ની કિંમતનો 2553.10 કિગ્રા બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

