Gandhinagar News: દેશમાં 2 લાખ નવી MPACS, ડેરી અને મત્સ્ય સહકારી મંડળીઓની સ્થાપનાની સમીક્ષા કરાશે

Feb 15, 2026 - 20:00
Gandhinagar News: દેશમાં 2 લાખ નવી MPACS, ડેરી અને મત્સ્ય સહકારી મંડળીઓની સ્થાપનાની સમીક્ષા કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આગામી તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીશ્રીઓની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન, સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોના આદાન-પ્રદાન ઉપરાંત ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા માટે આ મંથન બેઠક એક સુયોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.

ભાગીદારી અને અપેક્ષાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે

બેઠકની ચર્ચાઓમાં દેશના ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપવાના હેતુથી 2 લાખ નવી મલ્ટી-પર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (MPACS), ડેરી તથા મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓની સ્થાપનાની પ્રગતિનો સમાવેશ કરવામાં આવશે. તદુપરાંત, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ આધુનિક ગોદામોના દેશવ્યાપી નેટવર્કને વિસ્તારવા, ખેડૂતો માટે સંગ્રહની સુધારેલી સુવિધાઓ, ભાવ સ્થિરતા અને બજારની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.આ બેઠક નિકાસ, જૈવિક ખેતી અને ગુણવત્તાયુક્ત બિયારણ પુરવઠાના ક્ષેત્રોમાં સહકારી સંસ્થાઓને વધુ મજબૂત કરવા માટે નવી રચાયેલી ત્રણ રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓ નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ અને ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડમાં રાજ્યોની ભૂમિકા, ભાગીદારી અને અપેક્ષાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

મંડળીઓની રચના અંગે પણ વિસ્તૃત ચર્ચા

રાજ્યના સહકારી કાયદાઓમાં સમયબદ્ધ સુધારા, ૯૭મા બંધારણીય સુધારાને અનુરૂપ મોડેલ કાયદા અપનાવવા, સહકારી ખાંડ મિલોની આર્થિક વ્યવહારક્ષમતા વધારવા, ડેરી ક્ષેત્રમાં ટકાઉપણું અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવું તેમજ અમૂલ અને NDDBના સહયોગથી નવી ડેરી સહકારી મંડળીઓની રચના અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કઠોળ અને મકાઈના ઉત્પાદનને પ્રોત્સાહન, સહકારી બેંકોના વિવિધ પડકારોનું નિરાકરણ, શેર સર્વિસ એન્ટિટીઝ (SSE) અને અમ્બ્રેલા સ્ટ્રક્ચર્સને મજબૂત કરવા, સભ્યપદ અને જાગૃતિ અભિયાનનો વિસ્તાર કરવો અને અસરકારક મીડિયા પ્લાનિંગ વિકસાવવા જેવા વિષયો પણ બેઠકમાં વિચાર-વિમર્શનો ભાગ બનશે.

આ પણ વાંચોઃ Bangladesh: PM મોદી નહીં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બાંગ્લાદેશમાં તારિક રહેમાનની શપથવિધીમાં રહેશે ઉપસ્થિત



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0