Gandhinagar News: TAT 2026ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર

Jun 16, 2026 - 20:00
Gandhinagar News: TAT 2026ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં લેવાયેલી TATની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.આ પરિણામ ગુજરાતી,અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમો માટે એકસાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.પરીક્ષા આપનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જઈને પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકશે.

1666 ઉમેદવારોના 120 કરતાં વધુ ગુણ

આ વર્ષે TAT પ્રાથમિક કસોટીમાં રાજ્યભરમાંથી કુલ 147584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.જાહેર થયેલા પરિણામોના આંકડા પ્રમાણે 51971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ, 34644 ઉમેદવારોએ 80થી વધુ ગુણ, 20893 ઉમેદવારોએ 90થી વધુ ગુણ, 10876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ અને 1666 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા છે.  

પુનઃ ચકાસણી માટે ઓનલાઇન અરજી કરી શકશે

પ્રાથમિક કસોટીમાં કટઓફ મુજબ ક્વોલિફાય થનારા ઉમેદવારો હવે પછી યોજાનારી TAT મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્ર બનશે.જે ઉમેદવારો પોતાના ગુણથી સંતુષ્ટ ન હોય તેઓ આગામી 18 જૂનથી 30 જૂન વચ્ચે ગુણ પુનઃ ચકાસણી માટે નિયત ફી ભરીને ઓનલાઇન અરજી કરી શકશે.

આ પણ વાંચોઃ Ahmedabad News : AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી, JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0