Gandhinagar News: GPSCનું 10 સભ્યોનું બંધારણીય માળખું પૂર્ણ, ડૉ. જ્યોતિ ઐયરની નવા સભ્ય તરીકે નિમણૂક

Sep 29, 2026 - 15:30
Gandhinagar News: GPSCનું 10 સભ્યોનું બંધારણીય માળખું પૂર્ણ, ડૉ. જ્યોતિ ઐયરની નવા સભ્ય તરીકે નિમણૂક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)માં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વની નિમણૂક કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી તેમજ પારદર્શક બનાવવાના હેતુથી ડૉ. જ્યોતિ ઐયરની GPSCના નવા સભ્ય તરીકે બિનસત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આ નવી નિયુક્તિ સાથે આયોગની કામગીરીને વધુ ગતિ મળશે તેવી આશા સેવાઈ રહી છે.

ભૂતકાળની નિમણૂકો અને સભ્ય બોર્ડની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા GPSCમાં એકસાથે 7 નવા સભ્યોની મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી હતી. તે બાદ આજે ડૉ. જ્યોતિ ઐયર ઉમેરાતા આયોગમાં સભ્યોની કુલ સંખ્યા વધીને 9 થઈ ગઈ છે. લાંબા સમયથી સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ ભરાતા આયોગનો વહીવટ વધુ સુચારૂ બનશે અને ઉમેદવારો માટે અટકેલી પરીક્ષાઓ તેમજ પરિણામોની પ્રક્રિયામાં પણ ઝડપ જોવા મળશે.

GPSC નું સંપૂર્ણ માળખું થયું પૂર્ણ

ડૉ. ઐયરની નિમણૂક સાથે જ GPSCનું બંધારણીય માળખું હવે પૂર્ણ થઈ ગયું છે. ચેરમેન સહિત આયોગનું કુલ 10 સભ્યોનું (1 ચેરમેન + 9 સભ્યો) માળખું હવે સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. આ પૂર્ણ માળખા સાથે આયોગ આગામી સમયમાં વિવિધ સરકારી ભરતીઓ સમયસર અને સુચારુ રીતે યોજી શકશે, જેનાથી રાજ્યના હજારો સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0