Gandhinagar News : 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપી ઈન્સ્ટાગ્રામ પર નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરાયેલા 226 કરોડના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની સામાન્ય તપાસથી શરૂ થયેલી ગુજરાત પોલીસની આ ટેક્નિકલ મિશન આખરે અમદાવાદથી લઈને સીધી યુકે સુધી ફેલાયેલા આતંકી ભંડોળના મસમોટા રેકેટ સુધી પહોંચી ગઈ છે.આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર સલમાન નામનો આરોપી છે જે હાલમાં UKની જેલમાં બંધ છે.સલમાન ત્યાંની જેલમાંથી જ હવાલા અને આંગડિયા મારફતે ભારતમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આ કેસમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર હુસૈનની પોલીસે ધરપકડ કરી લીધી છે. તે ડર્ટી ક્રિપ્ટો કરન્સીને રોકડમાં બદલતો હતો. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર તે નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. કુરિયર મારફતે તે આ ડ્રગ્સને યુકે મોકલતો હતો. તે સહ આરોપી મોહસીન સાથે મળીને ગુનો આચરતો હતો. આ નેટવર્ક અમદાવાદથી લઈને છેક યુકે સુધી ફેલાયેલું છે. તે યુકેમાં ડ્રગ્સના ગ્રાહકોની શોધખોળ પણ કરતો હતો. યુકેમાં રહેતા સલમાન અંસારીને ડ્રગ્સનો સપ્લાય મોકલતો હતો.
અમદાવાદથી યુકે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ
પોલીસે અગાઉ આ મામલે સલમાનના પિતા ગુલામઅલી અંસારીની પણ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસ મુજબ વર્ષ 2023-24 દરમિયાન આ નેટવર્ક દ્વારા આશરે બે કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. એટલું જ નહીં, આરોપીઓ 2021 પહેલા Western Union જેવી MTSS સિસ્ટમથી પણ ફંડ મેળવતા હતા અને 2016થી 2021 વચ્ચે 9 દેશો સાથે આશરે 80 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા છે. આ નેટવર્કના તાર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ઈઝરાયલની નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે સીધા જોડાયેલા છે, જેને પગલે હવે વૈશ્વિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે કરેલી કાર્યવાહીના આરોગ્ય વિભાગે આંકડા જાહેર કર્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

