Gandhinagar News: સરકારી કર્મચારીઓને મળી દિવાળી ભેટ, સરકારે કરી બોનસની જાહેરાત!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના પર્વ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે એક અત્યંત રાહત અને આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવા અંગેનો સત્તાવાર ઠરાવ કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી હજારો વર્ગ-4ના કર્મચારીઓની દીવાળી વધુ આનંદમય બનશે અને તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ શકશે.
સળંગ 6 મહિનાની નોકરી પૂર્ણ કરનારા કર્મચારીઓને મળશે લાભ
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઠરાવ મુજબ, આ બોનસનો લાભ મેળવવા માટે કર્મચારીઓ માટે એક સામાન્ય પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે કર્મચારીઓએ સરકારી સેવાઓમાં સળંગ 6 મહિનાની નોકરી પૂરી કરી લીધી હશે, તેઓ આ બોનસ મેળવવા માટે હકદાર બનશે. તહેવારોની મોસમમાં સરકારના આ પગલાથી કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો: Gandhinagar News: 'રીલ્સ ઓછી જોશો તો જ બાળકોને શીખામણ આપી શકશો', CMએ કરી શિક્ષકોને ટકોર!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

