Gandhinagar News: કલોલ અને ડીંગુચામાં પોલીસનો સપાટો, લાખોના ગાંજા સાથે કુખ્યાત આરોપીઓ ઝડપાયા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કલોલ તાલુકા પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવા માટે ડીંગુચા ગામે વિશેષ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે વેલાજી ઉર્ફે ચકો પરથીજી ડોડીયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી 2.396 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 1,19,800 આંકવામાં આવી છે.
મુખ્ય સપ્લાયર સુધી પહોંચી પોલીસની કડક તપાસ
પોલીસે ડીંગુચાના દરોડા દરમિયાન માત્ર ગાંજો જ નહીં, પરંતુ એક મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી હતી, જેથી કુલ રૂપિયા 1,27,000નો મુદ્દામાલ જપ્ત થયો હતો. પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી હતી કે વેલાજી આ ગાંજો કલોલ ખાતે રહેતા અમીન ઘાંચી પાસેથી લાવ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે અમીન ઘાંચી સામે પણ કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
કલોલ શહેરના ટાવર ચોક વિસ્તારમાં પોલીસની ધડપકડ
કલોલ શહેર પોલીસે પણ સઘન પેટ્રોલિંગ અને બાતમીના આધારે શહેરના વ્યસ્ત ટાવર ચોક વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મહેશ ઉર્ફે ખિસકોલી રમેશભાઈ ઉર્ફે બાબુભાઈ ઠાકોર અને એક મહિલા એમ બે શખ્સોને રંગે હાથે ઝડપી લીધા હતા. કલોલ શહેરમાંથી પોલીસે કુલ 106.160 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.

શહેર પોલીસ દ્વારા રોકડ અને મુદ્દામાલ જપ્ત
કલોલ શહેર પોલીસ દ્વારા ટાવર ચોક ખાતે કરવામાં આવેલી આ સફળ કાર્યવાહીમાં ગાંજા ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂપિયા 7,308નો મુદ્દામાલ કબજે કર્યો છે. કલોલ શહેર અને તાલુકા પોલીસની આ સંયુક્ત અને સચોટ કાર્યવાહીથી નશાનો કારોબાર કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો: Gandhinagar: રાજ્યના ફાયર નિયામક નલિનકુમાર ચૌધરીનું રાજીનામું મંજૂર! 23 નવેમ્બરથી અમલી બને તે રીતે સરકારે રાજીનામું સ્વીકાર્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

